નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ માસ્ક વેચીને આત્મનિર્ભર બન્યા આ સુરતી ભાઈ

નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ માસ્ક વેચીને આત્મનિર્ભર બન્યા આ સુરતી ભાઈ
  • lockdown ના કારણે ધંધો વ્યવસાય ઠપ થઈ જતાં તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
  • અલગ અલગ ટેલરની દુકાન પર જઈને કપડાનું વેસ્ટ કલેક્ટ કરતા અને તેમાંથી માસ્ક બનાવે છે

ચેતન પટેલ/સુરત :સમગ્ર દેશમાં ચાલી રહેલી કોરોનાવાયરસ ની મહામારી ના કારણે ભેસાણ મોટાભાગના ધંધા-રોજગાર થઈ ગયો છે, ત્યારે સુરતના બેરોજગાર બનેલા એક યુવાને આ મહામારી વચ્ચે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ યુવાને અલગ-અલગ કપડાની દુકાનમાંથી નીકળેલો વેસ્ટ એકત્ર કરી નવરાત્રિના ખેલૈયાઓ માટે માસ્ક વેચી કમાણી કરી રહ્યો છે.

આ પણ વાંચો : ઘોડે ચઢી ‘ચાર ચાર બંગડીવાળી....’ ગીતની ગાયક કિંજલ દવે 

લોકડાઉનને કારણે નોકરી ગુમાવી હતી 

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા હનુમાનભાઈ કાપડ માર્કેટમાં નોકરી કરી પોતાના પરિવારજનો ગુજરાન ચલાવતા હતા. જોકે lockdown ના કારણે ધંધો વ્યવસાય ઠપ થઈ જતાં તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. બેકારી બાદ ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. આ દરમિયાન હનુમાનભાઈએ વેસ્ટમાંથી બેસ્ટ કમાણી શોધી કાઢી હતી. હનુમાન ભાઈએ કોરોનાની મહામારીમાં માસ્ક બનાવવાનું નક્કી કર્યું હતું. 

આ પણ વાંચો : સુપ્રિમ કોર્ટનો ગુજરાતના નેતાઓને મોટો ઝટકો, પેન્ડિંગ 92 કેસો ફટાફટ ચાલશે 

ટેલરની દુકાને જઈને કપડાનું વેસ્ટ ભેગુ કરતા 

તેઓએ અલગ અલગ ટેલરની દુકાન પર જઈને કપડાનું વેસ્ટ કલેક્ટ કરતા હતા. અને બાદમાં અલગ અલગ લેયર ભેગા કરી તેમાંથી નવરાત્રિના પર્વ નિમિત્તે ખેલૈયા આમે પ્રિન્ટવાળા માસ્ક બનાવી રહ્યાં છે. નવરાત્રિ દરમિયાન હનુમાનભાઈને સારો એવો ઓર્ડર પણ મળી રહ્યો છે. આ ઉપરાંત તેઓ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે મજૂર અને ગરીબ વર્ગના બાળકોને કોરોના નહિ થાય તે માટે મફત માસ્ક વિતરણ પણ કરી રહ્યા છે. હાલમાં નવરાત્રિના પર્વને લઇ શેરી ગરબા આયોજન વચ્ચે સોસાયટીના પ્રમુખ દ્વારા ખેલૈયાના પ્રિન્ટવાળા જથ્થાબંધ ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news