કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ આજે અલ્પેશ અને ધવલસિંહ કેસરિયા કરશે

કોંગ્રેસના બગાવતી ધારાસભ્યો બનીને રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આજે ભાજપમાં જોડાશે. સાંજે 4 કલાકે અલ્પેશ અને ધવલસિંહ કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કરશે. બંન્ને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે. ત્યારે આ પ્રસંગે ઠાકોર સેનાના સમર્થકોને કમલમ પહોંચવા સૂચના આપી દેવાઈ છે. 
 

કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ આજે અલ્પેશ અને ધવલસિંહ કેસરિયા કરશે

બ્રિજેશ દોશી/અમદાવાદ: કોંગ્રેસના બગાવતી ધારાસભ્યો બનીને રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આજે ભાજપમાં જોડાશે. સાંજે 4 કલાકે અલ્પેશ અને ધવલસિંહ કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કરશે. બંન્ને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે. ત્યારે આ પ્રસંગે ઠાકોર સેનાના સમર્થકોને કમલમ પહોંચવા સૂચના આપી દેવાઈ છે. 

રાજ્યસભામાં ક્રોસ વોટીંગ કરી કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અલ્પેશ ઠાકોરના સુર બદલાયા હતા. ગઈકાલે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, અમે સામેથી ભાજપામાં જોડાવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેમજ ભાજપ તરફથી રાધનપુર બેઠક પરથી પેટાચૂંટણી લડવાની ઇચ્છા છે, પણ ટીકીટ આપવાનો નિર્ણય પાર્ટી કરશે. આમ, કોંગ્રેસમાં વારંવાર શિસ્તનો ભંગ કરનાર અલ્પેશ ભાજપામાં જોડાયા અગાઉ શિસ્તના ગુણગાન ગાવા લાગ્યા હતા. તેઓ વારંવાર કોંગ્રેસ પક્ષ માટે ઘસાતુ બોલવા લાગ્યા હતા. કોંગ્રેસમાં તેમના રાજીનામાનો દોર પણ ભારે નાટકીય રહ્યો હતો.

જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું, શહેર પ્રમુખ વીનુ અમીપરા ભાજપમાં જોડાયા

ઘણા લાંબા સમયથી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે અને તેને મંત્રી બનાવશે તેવી રાજકીય ગતિવિધિઓ ચાલી રહી હતી. પરંતુ અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવવા પાછળ ભાજપની પણ સોદાબાજી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસના પાંચથી વધુ ધારાસભ્યો લઈને ભાજપમાં આવે તો જ તેને મંત્રીપદ આપવું તેવી ચર્ચાઓ ચાલી હતી. પરંતુ છેલ્લા બે મહિનાથી અલ્પેશ ઠાકોરે પહેલ કરીને કોંગ્રેસમાંથી રાજીનામાની કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ અલ્પેશની સાથે રાજીનામા આપવા માટે અન્ય કોઈ કોંગ્રેસના ધારાસભ્યો તૈયાર ન થતા અલ્પેશ ઠાકોર અટવાયો હતો.

અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાયા બાદ સૌથી પહેલા જોવુ એ રહેશે કે તેમને શું સોંપવામાં આવશે. કારણ કે, કોંગ્રેસમાંથી પલટો કરીને ભાજપમાં જોડાયેલા નેતાઓને ભાજપે મંત્રીપદની લ્હાણી કરી છે, જેને કારણે પહેલેથી જ ભાજપમાં આંતરિક વિખવાદો શરૂ થયા હતા. ત્યારે હવે ભાજપ અલ્પેશ ઠાકોરને કઈ જવાબદારી સોંપશે તેના પર સૌની નજર છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news