શક્તિસિંહના નિવેદન બાદ પાટીલનો પલટવાર; 'આંચકી લેવાની માનસિકતા અમારી નહીં પણ....'

Loksabha Election 2024: રાજકીય પાર્ટીઓ એક બાદ એક એકબીજા પર પલટ વાર કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના નિવેદન બાદ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ફરી પલટવાર કર્યા છે સીઆર પાટીલ નિવેદન આપ્યું છે કે ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ દ્વારા અસમંજસની સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે. 

શક્તિસિંહના નિવેદન બાદ પાટીલનો પલટવાર; 'આંચકી લેવાની માનસિકતા અમારી નહીં પણ....'

Loksabha Election 2024: રાહુલ ગાંધીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. રાજકીય પાર્ટીઓ એક બાદ એક એકબીજા પર પલટ વાર કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના નિવેદન બાદ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ફરી પલટવાર કર્યા છે સીઆર પાટીલ નિવેદન આપ્યું છે કે ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ દ્વારા અસમંજસની સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજા રજવાડા પર આપેલી ટીમ પર સી આર પાટીલે પ્રહાર કરતા ત્યારે રાહુલ ગાંધીના નિવેદનને લઇને બોલવાના બદલે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર જ પલટ વાર કર્યો છે. દેશની સંસદમાં વડાપ્રધાન મોદીએ જ કહ્યું હતું કે રાજા મહારાજાઓ સાથે અંગ્રેજોની સાઠગાંઠ હતી. 

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારને જીતાવવા માટે મેદાને ઉતરી ગયા છે. સભામાં એકબીજા પર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. ત્યારે હાલમાં જ ચૂંટણી સભાને સંબોધતા રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, રાજા મહારાજાઓ મન ફાવે તે રીતે ગરીબોની અને શોષિતોની જમીનો લઈ લેતા હતા અમે એ બંધ કર્યું છે. આ પ્રકારની કરેલી ટિપ્પણીને લઈને હવે કોંગ્રેસને ઘેરવાના પ્રયાસો ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. ભાજપના નેતાઓ દ્વારા પલટવાર કરવાનું શરૂ કરાયું છે. પાટીલે કહ્યું હતું કે, કોંગ્રેસની મથરાવટી મેલી છે. રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે. એનાથી એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે. 

સી આર પાટીલે વધુ પ્રહાર કરતાં જણાવ્યું છે કે કે રાજા મહારાજાઓને પણ કોંગ્રેસ ના સાશનમાં જે અનુભવ થયા છે.એનાથી એ લોકો કોંગ્રેસ થી દૂર પણ થયા છે.અને આજે આ સિવાયના નિવેદના હતા કે એક એક વ્યક્તિ નો સર્વે કરીશું જે પૈસા આવશે અમે લોકોમાં વહેચી દઈશું. કોઇ વ્યક્તિ પોતે મહેનત કરે બચત કરે અને એ બચત બિન અધિકૃત લોકોને આપી દેવાની વાત કરો.મુસ્લિમ લોકો અને ઘુસપેટિયા ને આપી દેવાની વાત કરો. એ સાખી લેવામાં આવશે નહીં.રાજા મહારાજા માટે પણ રાહુલે કહ્યું છે કે જમીન લઇ લે છે એમાં કોંગ્રેસ સ્પષ્ટ કહી રહ્યા છે.એમાં કોંગ્રેસ જમીન હડપવાનું કામ વર્ષો થી કરી રહ્યું છે.  રાહુલ ગાંધીએ કહ્યું કે જે કોઈ વ્યક્તિ અવસાન પામે તો તેની સંપત્તિ લઈ અન્યને વહેંચી દેવામાં આવશે. આ દેશમાં સૌથી પહેલો અધિકાર લઘુમતી કોમનો છે. પ્રધાનમંત્રીનું કહેવું છે કે દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર ગરીબોનો છે. 

સી આર પાટીલને પલટ વાર કરતાં શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે.ભાજપ દ્વારા બહેનો દિકરીઓનું અપમાન કરાયું છે ક્ષત્રિયોની માત્ર એક માગણી હતી.પણ અહંકાર પૂર્વક ભાજપના પ્રદેશ પ્રમુખે આ માગણી ન સ્વીકારી ક્ષત્રિયોનું અપમાન ભાજપે કર્યું છે.ભાજપે અમારા સમાજને તોડવાનો પ્રયાસ કર્યો છે.શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીડિયો સાથે ગંભીર આક્ષોપે કર્યા છે.રાહુલ ગાંધીના નિવેદનને લઇને બોલવાના બદલે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર જ પલટ વાર કર્યો છે. દેશની સંસદમાં વડાપ્રધાન મોદીએ જ કહ્યું હતું કે રાજા મહારાજાઓ સાથે અંગ્રેજોની સાઠગાંઠ હતી.દેશના મહારાજાઓએ આઝાદી પછી પોતાના રાજ્યો વલ્લભભાઈ પટેલ સામે સમર્પિત કર્યા છે.સૌથી પહેલા કૃષ્ણકુમારસિંહજી મહારાજે પોતાનું રાજ્ય સૌથી પહેલા આપ્યું હતું.ત્યારબાદ કોંગ્રેસે તેમનું સન્માન કરીને મદ્રાસના ગવર્નર બનાવ્યા હતા.હવે જ્યારે ભાજપ વિરુદ્ધ આક્રોશ ફૂટ્યો છે ત્યારે ભાજપ જૂઠાણા ન ચલાવે છે.

લોકસભાની ચૂંટણી ચરમશીમાએ પહોંચી છે ત્યારે રાજકીય પક્ષો અને નેતાઓ એકબીજા ઉપર સતત ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક પણ મુદ્દો રાજકીય નેતાઓ છોડવા માંગતા ના હોય તે રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. સતત નિવેદનોને કારણે રાજકારણ પણ ગરમાય રહ્યું છે. તેની વચ્ચે રાહુલ ગાંધીએ રાજા મહારાજા પર કરેલા નિવેદન પર સીઆર પાટીલે ટીકા કરી હતી. પાટીલે કહ્યું હતું કે, કોંગ્રેસની મથરાવટી મેલી છે. રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે. એનાથી એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news