ગુજરાત નજીક છે આ અનોખું ગામ, જ્યાં દરેક પુરુષની છે 2 પત્ની! કારણ એવું કે જાણીને દંગ રહી જશો

રાજસ્થાન પોતાની પરંપરાઓ માટે આખી દુનિયામાં જાણીતું છે. આ સાથે જ ત્યાં અનોખા રીતિ રિવાજો પણ છે.  જેને જાણીને લોકો દંગ રહી જાય છે. પરંતુ લોકો આ રિવાજો સદીઓથી નિભાવી રહ્યા છે. અમે તમને એક એવા ગામ વિશે જણાવીશું જ્યાં પુરુષ બે લગ્ન કરે છે. સદીઓથી આ રીતે પુરુષો બે લગ્નો કરતા આવ્યા છે. 
 

1/5
image

આ અનોખું ગામ રાજસ્થાનના જેસલમેરમાં છે જેને રામદેયોની વસ્તી તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમામ ઉંમરલાયક પુરુષોને બે પત્ની છે. 

2/5
image

રામદેયોની વસ્તીમાં દરેક પુરુષે બે લગ્ન કરેલા છે. અહીં બંને પત્નીઓ બહેનોની જેમ રહે છે અને એક જ ઘમરમાં રહીને પતિને પણ શેર કરે છે. 

3/5
image

અહીં રહેતા લોકોનું કહેવું છે કે બે લગ્ન થવા છતાં અહીં મહિલાઓ વચ્ચે ક્યારેય ઝઘડા થતા નથી. બંને પત્નીઓ એકબીજા સાથે સંપીને અને બહેનોની જેમ રહે છે.   

4/5
image

લોકોનું માનવું છે કે કોઈ પણ પુરુષ પહેલા લગ્ન કરે તો તે તેની પત્ની ગર્ભવતી ન થાય કે પછી પહેલું સંતાન પુત્રી થાય છે. જેના કારણે પુત્ર માટે થઈને પુરુષ બીજા લગ્ન કરે છે.   

5/5
image

એવું કહેવાય છે કે જેવા પુરુષોના બીજા લગ્ન કરાવવામાં આવે છે કે તેમના ત્યાં પુત્ર થાય છે. જેના કારણે અહીં પુરુષો બે લગ્ન કરે છે. જો કે હવે અત્યારની યુવા પેઢી આ બધામાં માનતી નથી કે તેની સાથે સહમત નથી કે પરંપરા નિભાવતી નથી. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને લોકો દ્વારા જણાવવામાં આવેલી કહાનીઓ કે જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)