સુરતની જેમ હવે અમદાવાદની પણ શોભા વધશે! શહેરના આ 3 બ્રિજના છેડે બનાવાશે વર્ટિકલ ગાર્ડન
Ahmedabad News: અમદાવાદ શહેરને હરિયાળુ બનાવવા વર્ટિકલ ગાર્ડનનો નવા કન્સેપ્ટનો અમલ શરૂ કરવામાં આવશે. હેલ્મેટ સર્કલ, પકવાન અને નમો સ્ટેડિયમ પાસેના ઓવરબ્રિજના પિલ્લર પર વર્ટિકલ ગાર્ડન બનશે.
Trending Photos
Ahmedabad News: જે ગુજરાતમાં પહેલા પર્યટકો ફરકતા ન હતા, તે ગુજરાતમાં હવે પર્યટકોનો જમાવડો થઈ રહ્યો છે. અમદાવાદમાં એવી અનેક સાઈટનો નિર્માણ થયું છે જે દૂર દૂરથી પ્રવાસીઓને ખેંચી લાવે છે. રિવરફ્રન્ટ પર આજથી ફ્લાવર શો 2025 શરૂ થઈ ગયો છે, ત્યારે સમાચાર મળી રહ્યા છે. શહેરને હજુ વધુ હરિયાળું બનાવવા વર્ટિકલ ગાર્ડનનો નવો કન્સેપ્ટ શરૂ કરવામાં આવશે. જી હા.. તમે હવે પુછશો કે વર્ટિકલ ગાર્ડન વળી શું? તો અમે તમને જણાવી દઈએ કે શહેરમાં અનેક બ્રિજ આવેલા છે, જેની શોભા વધારવા માટે હેલ્મેટ સર્કલ, પકવાન અને નમો સ્ટેડિયમ પાસેના ઓવરબ્રિજના પિલ્લર પર વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવશે.
શહેરમાં 19 પાર્ટી પ્લોટ અને 10 કોમ્યુનિટી હોલ બનાવાશે
શહેરને હરિયાળું બનાવવા, પર્યાવરણની જાળવણી કરવા વધુ વૃક્ષારોપણ કરાશે. મેટ્રો પિલ્લર પર અલગ અલગ પ્રકારના છોડ-રોપા લગાવવામાં આવશે. જેનાથી બ્રિજની નીચેનો ભાગ સુશોભિત પણ લાગશે. આ સાથે આ નવા કન્સેપ્ટ સાથે અમદાવાદ શહેરમાં 19 પાર્ટી પ્લોટ અને 10 કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે.
મહત્વનું છે કે અમદાવાદ રિવરફ્રન્ટ પર બનેલો અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક, રિવરક્રૂઝ, વોટર એક્ટિવિટી બાદ વધુ એક આકર્ષણ આવવા જઈ રહ્યું છે. ત્યારે કયું છે આ નવું નજરાણું? કેમ તે છે સૌથી ખાસ? તે બીજું કંઈ નહીં પણ હવે વર્ટિકલ ગાર્ડન છે. રિવરફ્રન્ટ પાસે AMCએ નાઇટ ફ્લાવર પાર્ક બનાવ્યો, આજે ફ્લાવર શો શરૂ કર્યો. હજું આ દિશામાં વર્ટિકલ ગાર્ડનનો નવા કન્સેપ્ટ શરૂ કરવામાં આવનાર છે. તમને જણાવી દઈએ કે હાલ આ કન્સેપ્ટ સુરતમાં છે.
અમદાવાદમાં બનશે ત્રણ વર્ટિકલ ગાર્ડન
AMC દ્વારા હેલ્મેટ સર્કલ પાસે આવેલા ફ્લાય ઓવર નીચે મેટ્રો ટ્રેનના પિલ્લર પર સૌપ્રથમ વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે. જી હા... મ્યુનિ. દ્વારા હેલ્મેટ સર્કલ, પકવાન ચાર રસ્તા પાસેના બિજના પરના પિલ્લર અને મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે મેટ્રો બ્રિજના પિલ્લર સહિત ત્રણ જગ્યાએ વર્ટિકલ ગાર્ડન બનાવવાનું નક્કી કરાયું છે. માર્ચ- એપ્રિલમાં પલ્લવ ચાર રસ્તા ખાતેના ઓવરબ્રિજનું લોકાર્પણ કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે