ITBP જવાન અફઘાનિસ્તાનથી ગુજરાત પરત ફર્યાના ત્રીજા દિવસે તાલિબાને હુમલો કર્યો

અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાનની કહેરની રોજ એક નવી દાસ્તાન સામે આવતી હોય છે. તાલિબાનોના ખૌફનો પુરાવા પણ મળતા રહે છે. ત્યારે અનેક ભારતીયો આ આતંકથી હેમખેમ મુક્ત થઈને ભારત પરત ફર્યાં છે. આવામાં પાલનપુરના એક ITBPના જવાન પોતાને ખુશનસીબ માને છે કે, તેમના ભારત આગમનના બે દિવસ બાદ તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો હતો. જે સમયે અફઘાનિસ્તાનમાં વિખવાદ ચાલી રહ્યો હતો ત્યારે પાલનપુરના ITBPના જવાન શોકતખાન ચાવડા અફઘાનિસ્તાનમાં જ ફરજ પર હતા. તેમના અફઘાનિસ્તાનના મજારે શરીફ છોડયાના ત્રીજાજ દિવસે તાલિબાનો (Taliban) એ કબજો લીધો હતો. 

ITBP જવાન અફઘાનિસ્તાનથી ગુજરાત પરત ફર્યાના ત્રીજા દિવસે તાલિબાને હુમલો કર્યો

ઝી મીડિયા/બ્યૂરો :અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાનની કહેરની રોજ એક નવી દાસ્તાન સામે આવતી હોય છે. તાલિબાનોના ખૌફનો પુરાવા પણ મળતા રહે છે. ત્યારે અનેક ભારતીયો આ આતંકથી હેમખેમ મુક્ત થઈને ભારત પરત ફર્યાં છે. આવામાં પાલનપુરના એક ITBPના જવાન પોતાને ખુશનસીબ માને છે કે, તેમના ભારત આગમનના બે દિવસ બાદ તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો હતો. જે સમયે અફઘાનિસ્તાનમાં વિખવાદ ચાલી રહ્યો હતો ત્યારે પાલનપુરના ITBPના જવાન શોકતખાન ચાવડા અફઘાનિસ્તાનમાં જ ફરજ પર હતા. તેમના અફઘાનિસ્તાનના મજારે શરીફ છોડયાના ત્રીજાજ દિવસે તાલિબાનો (Taliban) એ કબજો લીધો હતો. 

પાલનપુરના જવાનનું અફઘાનિસ્તાનમાં પોસ્ટીંગ
બનાસકાંઠાના પાલનપુરના શોકતખાન ચાવડા ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ ફોર્સમાં 20 વર્ષ પહેલા જોડાયા હતા. ITBP જવાન શોકતખાન આ દરમિયાન દેશભરમાં અનેક સ્થળોએ ફરજ બજાવી ચૂક્યા છે. જેના બાદ ફેબ્રુઆરી 2021 માં તેમનુ પોસ્ટીંગ અફઘાનિસ્તાનમાં હતું. અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતની રાજધાની અને ચૌથા સૌથી મોટા શહેર મજાર-એ-શહેરમાં ભારતીય વિદેશ મંત્રાલયના ભારતીય સિક્યુરીટી આસિસ્ટન્ટ તરીકે તેઓ કાર્યરત હતા. તાલિબાનોની અફઘાનિસ્તાનમાં મુવમેન્ટ તેજ બની હતી ત્યારે તેઓ અફઘાનિસ્તાનમાં જ હતા. તેઓ આ દરેક પળના સાક્ષી હતા. પરંતુ 6 મહિનાની ડ્યુટી બાદ 11 ઓગસ્ટે તેઓ સ્વદેશ પરત ફર્યા હતા. તેના ત્રણ દિવસ બાદ જ તાલિબાનો (Taliban terror) એ અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો.

અફઘાનિસ્તાનથી સમયસર નીકળ્યા 
શૌકતખાન અફઘાનિસ્તાનમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયના અધિકારીઓની સુરક્ષા માટે 48 જણા જુદી જુદી ફરજ પર હતા. જેથી જો તેઓ સમયસર પરત આવ્યા ન હોત તો ત્યાં જ અટવાયા હોત. તેમને પણ તાલિબાનોના ખૌફનો સામનો કરવો પડ્યો હોત. પરંતુ ભારત હેમખેમ પરત આવતા તેમના પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. તાલિબાનોનો આતંક વધતા તેમણે પણ અન્ય જવાનોની સાથે જરૂરિયાતનો સામાન પેક કરી લીધો હતો. પરંતુ સમયસર તેઓ ત્યાંથી નીકળી શક્યા હતા.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news