સુરતની ઘટના : બેકાર અને દારૂડિયા પતિએ પત્ની અને 3 સંતાનો પર એસિડ ફેંક્યુ

સુરતમાં એક જ પરિવારના ચાર લોકો પર એસિડ એટેક કરાયો છે. આ હુમલો પરિવારના મોભી દ્વારા જ કરાયો હતો. પતિએ જ પત્ની, બે પુત્રી અને પુત્ર પર ઊંઘમાં એસિડ એટેક કર્યો હતો. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સુરતની ઘટના : બેકાર અને દારૂડિયા પતિએ પત્ની અને 3 સંતાનો પર એસિડ ફેંક્યુ

તેજશ મોદી/સુરત :સુરતમાં એક જ પરિવારના ચાર લોકો પર એસિડ એટેક કરાયો છે. આ હુમલો પરિવારના મોભી દ્વારા જ કરાયો હતો. પતિએ જ પત્ની, બે પુત્રી અને પુત્ર પર ઊંઘમાં એસિડ એટેક કર્યો હતો. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પુણા વિસ્તારની આ ઘટના છે. પતિએ પોતાના જ પરિવારના ચાર સભ્યો પર એસિડથી મોડી રાત્રે હુમલો કર્યો હતો. પુણા ગામની હરિધામ સોસાયટીની ઘટના છે. હરિધામ સોસાયટીમાં રહેતા છગનભાઈ વાળાના પરિવારમાં છેલ્લા ત્રણ વર્ષથી પારિવારિક ઝઘડા ચાલી રહ્યા હતા. મંદીના કારણે છગનભાઈ પાસે કોઈ કામ ન હતું. તેમજ તે દારૂ પીવાની પણ ગંદી આદત હોવાથી તેઓ પરિવાર પાસે રૂપિયાની માંગણી કરતો હતો. પત્ની પાસે દારૂના રૂપિયા માંગતા તેમણે પત્ની સાથે ઝઘડો કર્યો હતો. તેના બાદ વહેલી સવારે પત્ની, બે દીકરીઓ અને પુત્ર પર એસિડ ફેંકીને ફરાર થઈ ગયો હતો.

સાતમઆઠમ પહેલા ખુશખબરી, સીંગતેલના ભાવમાં થયો ઘટાડો

પિતાના હુમલામાં પત્ની હર્ષા, દીકરી અલ્પા (ઉંમર વર્ષ 18), દીકરી પ્રવિણા (ઉંમર વર્ષ 25) અને દીકરો ભાર્ગવ (ઉંમર 21 વર્ષ) ઘાયલ થયા હતા. પરિવાર પર એસિડ ફેંકાતા જ તેમણે બૂમાબૂમ કરી હતી, જેથી સોસાયટીવાળા ભેગા થઈ ગયા હતા. તમામને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે, મહિલા અને તેની બંને દીકરીઓ સુરતની કંપનીમાં જોબવર્કનું કામ કરે છે. તો પુત્ર ભાર્ગવ સ્મીમેરમાં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. હાલ એક દીકરી અને માતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news