AHMEDABAD માં ચેઇન સ્નેચિંગ થકી સમગ્ર શહેરને બાનમાં લેનાર આરોપી ઝડપાયા
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરતી ટોળકીને બાપુનગર પોલીસે ઝડપી પાડી છે. શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે આ ટોળકીએ 15થી વધારે ગુનાઓને અંજામ આપ્યા છે. પણ આખરે આ ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઇ અને આવી ગઈ બાપુનગર પોલીસના સકંજામાં આવ્યા છે.
બાપુનગર પોલીસના સકંજામાં દેખાતી આ ટોળકી સોનાના દોરાની ચીલઝડપ કરવામાં માહેર છે. છેલ્લા ઘણા વર્ષોથી આ ટોળકીએ શહેરના પૂર્વ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરીને તરખાટ મચાવ્યો હતો. જેમાં આ વખતે ટોળકીના શખ્સો દ્વારા બાપુનગરની ગવર્મેન્ટ ઈ- કોલોની ખાતે સોનાના દોરાની ચીલઝડપને અંજામ આપવામાં આવ્યો. પરંતુ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. 70 વર્ષની એક વૃદ્ધાના ગળામાંથી બે તોલાની ચેઇન તોડીને બાઈક પર આવેલા બે આરોપીઓ ફરાર થઈ જતા CCTV કેમેરામાં ઝડપાઈ ગયા. અને તેના આધારે તપાસ કરી બાપુનગર પોલીસે ગણતરીના દિવસોમાં ચેઇન સ્નેચિંગ કરતી ટોળકીને ઝડપી પાડી.
અમદાવાદ પૂર્વના અલગ-અલગ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ ગુનાને અંજામ આપતી આ ટોળકીના ચહેરા સામે આવી ગયા છે. આ ટોળકીનો માસ્ટરમાઈન્ડ આનંદ દંતાણી છે. જે છેલ્લા ઘણા વર્ષોથી આ ટોળકી સાથે મળીને સોનાના દોરાની ચીલઝડપની ઘટનાઓને અંજામ આપતો હતો. જેમાં તેના સાગરિતોના નામની વાત કરીએ તો, મહેશ પટણી, કરસન દંતાણી અને શ્યામ ઉર્ફે રાજેશ બારોટ ઝડપની ઘટનાને અંજામ આપ્યા બાદ મુદ્દા માલ વેચી રૂપિયા ભાગે પડતા લઈ લેતા હતા. ટોળકીની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો પબ્લિકની ઓછી અવરજવર હોય તેવી જગ્યાએ દાગીના પહેરીને નીકળનાર વ્યક્તિને ટાર્ગેટ કરતાં અને ઘટનાને અંજામ આપતા હતા. જેમાં ખાસ કરીને વૃદ્ધ મહિલા તેમનો સોફ્ટ ટાર્ગેટ કરતા હતાં.
હાલ તો સોનાના દોરાની ચીલઝડપના 15થી વધારે ગુનાઓને અંજામ આપી ચૂકેલી આ ટોળકીને બાપુનગર પોલીસે ઝડપી પાડી છે. પૂછપરછ દરમિયાન ચીલ ઝડપ થયેલ મુદ્દામાલ પણ રિકવર કયો છે. તો બીજી તરફ પોલીસ આશા વ્યક્ત કરી રહી છે કે, અગાઉ 15 ગુનામાં સંડોવાયેલી આ ટોળકીના રિમાન્ડ દરમિયાન વધુ ગુનાના ભેદ ખુલશે. તેની સાથે જોડાયેલા વધુ સાગરીતોના નામ પણ બહાર આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે