Ahmedabad: તાકાત હોય તો પકડી બતાવે પોલીસ! 48 કલાક પહેલાં હત્યા કરનારે પછી લૂંટ કરીને પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર

અમદાવાદ (Ahmedabad) ફરી એકવાર ક્રાઇમ હબ બની રહ્યું છે. ઉપરા છાપરી હત્યા (Murder) અન્ય બનાવો અને હવે એક બાદ એક લૂંટની ઘટના સામે આવી છે. કાગડાપીઠ વિસ્તારમાં ફિલ્મી ઢબે રૂપિયા 16.30 લાખની લૂંટ (Robbery) કરી બે બાઇક સવારો ફરાર થઈ ગયા હતા

Ahmedabad: તાકાત હોય તો પકડી બતાવે પોલીસ! 48 કલાક પહેલાં હત્યા કરનારે પછી લૂંટ કરીને પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર

ઉદય રંજન/ અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) ફરી એકવાર ક્રાઇમ હબ બની રહ્યું છે. ઉપરા છાપરી હત્યા (Murder) અન્ય બનાવો અને હવે એક બાદ એક લૂંટની ઘટના સામે આવી છે. કાગડાપીઠ વિસ્તારમાં ફિલ્મી ઢબે રૂપિયા 16.30 લાખની લૂંટ (Robbery) કરી બે બાઇક સવારો ફરાર થઈ ગયા હતા. લૂંટ કરનાર અન્ય કોઈ નહિ પણ બે દિવસ પહેલા અમરાઈવાડીમાં (Amraiwadi) હત્યા કરનાર જ આરોપી છે. શું છે તાજેતરનો અમદાવાદનો ક્રાઇમ (Ahmedabad Crime) ગ્રાફ જોઈએ આ અહેવાલમાં...

અસામાજિક તત્વો પૂર્વ વિસ્તારની પોલીસને પડકાર આપી રહ્યા છે. બે દિવસ પહેલા અમરાઈવાડીમાં (Amraiwadi) જાહેરમાં યુવકની હત્યા (Murder) કરનાર આરોપીએ જ લૂંટ કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અમદાવાદમાં (Ahmedabad) સોમવારએ કાગડાપીઠ વિસ્તારના વણિજ્ય ભવનથી કાંકરિયા ઝૂ (Kankaria Zoo) સર્કલ વચ્ચે આ ઘટના બનવા પામી હતી. બાપુનગરમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી 12 લાખ લૂંટની ઘટનાને 24 કલાક થયા છે. ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયા 16.29 લાખની લૂંટની (Robbery) ઘટના પ્રકાશમાં આવી છે.

ચોંકાવનારી બાબત એ છે કે, બે દિવસ પહેલા અમરાઇવાડી વિસ્તારમાં એક યુવકને છરીના 20 ઘા મારીને હત્યા કરનાર કુખ્યાત રાજા ઉર્ફે ભાવેશ સોલંકી નામના આરોપીએ અન્ય વ્યક્તિ સાથે મળી આ લુંટ કરી હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં સામે આવી છે. પોલીસ દ્વારા ફરિયાદી નિલેશ વૈષ્ણ અને યોગેશ પરમારની પૂછપરછમાં સામે આવ્યું છે કે અમરાઈવાડી ખાતે આવેલ શ્યામ એજન્સીના આ બંને કર્મચારીઓ હતા. જે એજન્સી પાસે itc ની ડીલરશીપ છે જેની રોજ બરોજની રોકડ રકમ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં વાણિજ્ય ભવન પાસે આવેલ બેંકમાં જમા કરવા જતા હોય છે. દરમિયાન સોમવારે આ બનાવ બનવા પામ્યો હતો. ત્યારે કાગડાપીઠ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

આ બનાવની જાણ થતા કાગડાપીઠ, અમરાઈવાડી પોલીસ કાફલો તેમજ ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓએ નાકાબંધી કરીને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ ભોગ બનનાર એક યુવક અને ફરિયાદી એક જ વિસ્તારમાં રહેતા હોવાથી એકબીજાથી પરિચિત છે અને તેથી ફરિયાદી સામે પણ શંકા રાખી તપાસ કરાશે. ત્યારે જોવાનું એ રહ્યું કે, રાજા નામનો આરોપી કે જેણે પહેલા અમરાઈવાડીમાં હત્યા કરી પોલીસને પડકાર આપ્યો હતો અને બીજા દિવસે લૂંટ કરીને પડકાર આપ્યો. તો હવે આરોપી પોલીસ ગિરફતમાં ક્યારે આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news