મહેસાણાના કડીમાં 16 વર્ષ પહેલા થયેલી 4 હત્યાનો આરોપી ઝડપાયો

મહેસાણામાં 16 વર્ષ પહેલા 4 હત્યા થઈ હતી. આ કેસમાં હવે ATSએ દિલ્હીથી એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી મંદિરમાં લૂંટ કરી હત્યા નિપજાપી ફરાર થઈ ગયો હતો. ઝડપાયેલા આરોપીનું નામ ગોવિંદ સિંહ યાદવ છે. 

 મહેસાણાના કડીમાં 16 વર્ષ પહેલા થયેલી 4 હત્યાનો આરોપી ઝડપાયો

ઉદય રંજન/અમદાવાદઃ મહેસાણામાં 16 વર્ષ પહેલા 4 હત્યા થઈ હતી. આ કેસમાં હવે ATSએ દિલ્હીથી એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી મંદિરમાં લૂંટ કરી હત્યા નિપજાપી ફરાર થઈ ગયો હતો. ઝડપાયેલા આરોપીનું નામ ગોવિંદ સિંહ યાદવ છે. 

દિલ્હીથી એટીએસના હાથમાં આલેલ આરોપી ગોવિંદ સિંહ યાદવ ગુનાઓ કરીને પોતાનું નામ પણ બદલી નાખતો હતો. આરોપી ક્યારે મહેન્દ્ર સિંહ તો કયારે રોહિત નામ લોકોને જણાવતો હતો. આરોપી ગોવિંદ સિંહ ઉપર આરોપ છે કે તેને વર્ષ 2004માં કડીમાં આવેલ ઉટવા ગામમાં આવેલા મહાકાળી મંદિરમાં NRI ટ્રસ્ટી, સાધ્વી અને 2 સેવકની ગળું કાપી હત્યા કરી હતી.  ત્યારબાદ 10 લાખનો મુદ્દમાલ લૂંટી ફરાર થઈ ગયો હતો. આરોપી મંદિરમાં પોતાની પત્ની સાથે ઘટનાના 20 દિવસ પહેલા આવ્યો હતો અને આરોપી પોતાની પત્ની રાજકુમારીને મધ્યપ્રદેશથી ભગાડીને લાવ્યો હતો. તેણે તે સમયે ત્રીજા લગ્ન કર્યાં હતા. 

મળતી માહિતી પ્રમાણે ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. તેના રૂમમાંથી હત્યા માટે વપરાયેલા હથિયાર પણ મળી આવ્યા હતા. આરોપીને પકડવા જેતે સમયે સરકારે 51 હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે આરોપી દિલ્હીમાં વેશ બદલી રહે છે અને કોન્ટ્રાકટરનું કામ કરે છે. પત્ની ચાની દુકાન ચલાવે છે. આરોપી સાથે તેની બીજી પત્નીનો પુત્ર પણ રેહતો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી 2004માં ગુજરાતમાં આવ્યાં બાદ પહેલા વડોદરામાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી રહયો હતો.

અમદાવાદના નિકોલમાં એક અપંગની હત્યા, આરોપીઓએ લાશને માટીના ઢગલામાં દાટી દીધી  

ત્યારબાદ કડીમાં અલગ-અલગ કંપનીમાં કામ કરતો હતો. આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ રાજસ્થાન, યૂપીની અલગ અલગ જગ્યાએ રોકાઈ ત્યાર બાદ દિલ્હીમાં રહેવા લાગયો હતો. મળતી માહિતી પ્રમાણે મંદિરના ટ્રસ્ટી ચીમન ભાઈ પટેલ પોતાની પુત્ર વધુ સાથે બનાવના 6 મહિના પહેલા જ અમેરિકાથી ભારતમાં આવ્યા હતા.

નોંધનીય છે કે આરોપી સામે મધ્યપ્રદેશમાં પણ 2 ગુનાઓ દાખલ છે. ત્યારે આ ઘટના બાદ તેને અન્ય કોઈ બનાવને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news