રથયાત્રા માટે અમદાવાદ પોલીસ સુરક્ષા માટે સજ્જ, 30 હોટલ માલિકો પર કેસ

થોડા દિવસો બાદ રથયાત્રા આવી જશે અને તે પહેલા જ સમગ્ર બાબતની કાળજી રાખવા પોલીસે સુરક્ષાને અનુલક્ષીને કામ શરૂ કરી દીધા છે. પોલીસે રથયાત્રા માટેની કામગીરીની શરૂઆત હોટલ ચેકિંગથી શરૂ કરી છે. એસઓજી દ્વારા બે જ અઠવાડિયામાં 30થી વધુહોટલ માલિકો સામે ગુનો નોંધ્યો છે. 

રથયાત્રા માટે અમદાવાદ પોલીસ સુરક્ષા માટે સજ્જ, 30 હોટલ માલિકો પર કેસ

ઉદય રંજન/અમદાવાદ: થોડા દિવસો બાદ રથયાત્રા આવી જશે અને તે પહેલા જ સમગ્ર બાબતની કાળજી રાખવા પોલીસે સુરક્ષાને અનુલક્ષીને કામ શરૂ કરી દીધા છે. પોલીસે રથયાત્રા માટેની કામગીરીની શરૂઆત હોટલ ચેકિંગથી શરૂ કરી છે. એસઓજી દ્વારા બે જ અઠવાડિયામાં 30થી વધુહોટલ માલિકો સામે ગુનો નોંધ્યો છે. 

હોટલ અને ગેસ્ટહાઉસ પર પોલીસની તવાઇ 
રથયાત્રાને લઇને હવે શહેર પોલીસે કમર કસી છે. અમદાવાદ સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ કામગિરી કરાઇ છે. શહેરમાં અનેક એવી હોટલો છે કે, જેના માલિકો કે મેનેજરો દ્વારા પોલીસને અમુક વિગતો નથી આપવામાં આવતી. શહેર પોલીસનો નિયમ છે કે, પછિક સોફ્ટવેર મારફતે તમામ હોટલોના માલિકો કે મેનેજરોએ સમગ્ર માહિતી આપવાની હોય છે. જેને લઇને આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે સમગ્ર શહેરમાં ચેકિંગ કર્યું તો બે જ દિવસમાં 30થી વધુ હોટલના માલિકો અને મેનેજરોની બેદરકારી સામે આવી અને આખરે પોલીસે તમામ માલિકો પર કેસ કર્યો હતા.

ઉત્તરવહી કૌભાંડ: વિધાર્થી નેતાઓની કડક કાર્યવાહીની માગ, આંદોલનની આપી ચીમકી

શું છે સોફ્ટવેરની ખાસિયત
શહેર પોલીસ પાસે અનેક સોફ્ટવેર છે. ખાસ તો પથિક સોફ્ટવેરની વાત કરીએ તો તે ક્રાઇમબ્રાંચ દ્વારા ડેવલપ કરાયું છે. આ સોફ્ટવેરનો ઉપયોગ પોલીસ અને હોટલ સંચાલકોએ કરવાનો રહે છે. સામાન્ય રીતે હોટલ કે ગેસ્ટ હાઉસમાં જે પણ ગ્રાહકો રહેવા આવે કે રૂમ રાખે તેના ડોક્યુમેન્ટ હોટલ સંચાલકોએ માંગી તેનું રજીસ્ટર મેઇનટેઇન કરવાનું હોય છે. અને આ ડેટા રોજેરોજ આ સોફ્ટવેરમાં અપલોડ કરવાનો હોય છે. આ જ કામગિરીને લઇને એસઓજીએ ચેકિંગ કર્યું તો મોટાભાગે બેદરકારી સામે આવી અને પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.

બે અઠવાડિયામાં 30 હોટલ માલિકો સામે કેસ 
બે જ અઠવાડિયામાં 30 કેસ શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. આગામી સમયમાં રથયાત્રાને લઇને હવે શહેર પોલીસ અને એજન્સીઓ દારૂ, જુગાર, હથિયાર હેરાફેરી બાબતે પણ ક઼ડક બનશે. અને ત્યારબાદ ગુનેગારોને પાસા કે તડીપાર કરવા પર પણ કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news