પાલનપુર પાસે બસ અને ટ્રકની ટક્કર, આગળ બેસેલા 3 મુસાફરોના મોત, આંકડો વધે તેવી શક્યતા

પાલનપુરના કાણોદર નજીક લગઝરી બસ અને ટ્રક વચ્ચે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાણોદર નજીક ઉભેલી ટ્રક પાછળ રાજસ્થાનથી અમદાવાદ જતી લક્ઝરી બસ ઘૂસી જતા બસમાં સવાર 3 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો અકસ્માતમાં 30 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જેઓને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મોતનો આંકડો હજુ વધે તેવી શક્યતાઓ છે. 
પાલનપુર પાસે બસ અને ટ્રકની ટક્કર, આગળ બેસેલા 3 મુસાફરોના મોત, આંકડો વધે તેવી શક્યતા

અલ્કેશ રાવ/બનાસકાંઠા :પાલનપુરના કાણોદર નજીક લગઝરી બસ અને ટ્રક વચ્ચે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાણોદર નજીક ઉભેલી ટ્રક પાછળ રાજસ્થાનથી અમદાવાદ જતી લક્ઝરી બસ ઘૂસી જતા બસમાં સવાર 3 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો અકસ્માતમાં 30 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જેઓને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મોતનો આંકડો હજુ વધે તેવી શક્યતાઓ છે. 

પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બસ રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહી હતી, ત્યારે કેવી રીતે ઉભેલી ટ્રક પાછળ ઘૂસી ગઈ તે તપાસના વિષય છે. આખરે એવુ શુ થયુ કે બસે ટ્રકને ટક્કર મારી હતી. 

No description available.

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news