કંડલા ઝીરો પોઇન્ટ નજીક ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત, ત્રણ યુવાકોના મોત

બે યુવાનોનું ઘટનાસ્થળે અને એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. 

 કંડલા ઝીરો પોઇન્ટ નજીક ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત, ત્રણ યુવાકોના મોત

કચ્છઃ ગાંધીધામ કંડલાના ઝીરો પોઇન્ટ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર 3 યુવાનોના મોત થયાં છે. બે યુવાનોના મોત ઘટનાસ્થળે થયા હતા તો એકનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનાની જાણ થથા કંડલા મરીન પોલીસ દોડી આવી હતી. હાલમાં ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી મુજબ ત્રણેય યુવાનો બાઇક પર જઈ રહ્યાં હતા. આ દરમિયાન ગાંધીધામ કંડકા ઝીરો પોઇન્ટ નજીક ટ્રકે બાઇકસવારને અડફેડે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ગંભીરતાનો ખ્યાલ તેના પરથી આવે છે કે બે યુવાનોએ ઘટનાસ્થળે જ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news