વેરાવળ કોડીનાર હાઇવે પર એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત, 1નું મોત 3 હાલત ગંભીર

ગુરૂવાર મોડી રાત્રે વેરાવળ કોડીનાર રોડ પર આવેલા સોનારિયા ગામ નજીક ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્મત સર્જાયો હતો.

વેરાવળ કોડીનાર હાઇવે પર એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત, 1નું મોત 3 હાલત ગંભીર

હેમલ ભટ્ટ/ગીર સોમનાથ: ગુરૂવાર મોડી રાત્રે વેરાવળ કોડીનાર રોડ પર આવેલા સોનારિયા ગામ નજીક ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્મત સર્જાયો હતો. જેમાં એક 3 લોકો ઘાયલ થયા હતા અને 1નું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. એમ્બ્યુલન્સના ડ્રાયવર સહિત 3 લોકોને ઇજા થતા તેમને વેરાવળની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર વૃદ્ધાને રાજકોટમાં હૃદયરોગ બિમારીની સારવાર લઇ સ્વસ્થ થઇને પરત ફરી રહ્યા હતા. જેમનું અકસ્માતમાં જ નું એમ્બ્યુલન્સમાં જ મોત થયું છે. જ્યારે વૃદ્ધના પુત્રને માથાના ભાગે ઇજા થતા તેની હાલત ગંભીર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news