ACB નો સપાટો: જિલ્લા શિક્ષણાધિકારી 10 લાખની લાંચ લેતા ઝડપાયા

તાપી જિલ્લામાં આવેલી એક શાળાને તાપીને ફટકારાયેલી નોટિસ પરત લેવાની અવેજમાં 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. શિક્ષણાધિકારી બી.એમ પટેલ દ્વારા શાળાના સંચાલકો પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરવામાં આવી હતી. જેમાં રૂપિયાની ડિલીવરી ગઇકાલે રાત્રે થવાની હતી. આ દરમિયાન ACB એ છટકું ગોઠવી ઝડપી પાડ્યા હતા. જો કે લાંચ લેવામાં અધિકારીનો સાથીદાર રવિ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ લાંચ લેતા હોય છે ત્યારે એસીબી દ્વારા આવા લાંચીયાઓને ઝડપી લેવા માટે કાર્યવાહી કરવામાં આવે છે. 

Trending Photos

ACB નો સપાટો: જિલ્લા શિક્ષણાધિકારી 10 લાખની લાંચ લેતા ઝડપાયા

સુરત : તાપી જિલ્લામાં આવેલી એક શાળાને તાપીને ફટકારાયેલી નોટિસ પરત લેવાની અવેજમાં 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. શિક્ષણાધિકારી બી.એમ પટેલ દ્વારા શાળાના સંચાલકો પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરવામાં આવી હતી. જેમાં રૂપિયાની ડિલીવરી ગઇકાલે રાત્રે થવાની હતી. આ દરમિયાન ACB એ છટકું ગોઠવી ઝડપી પાડ્યા હતા. જો કે લાંચ લેવામાં અધિકારીનો સાથીદાર રવિ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ લાંચ લેતા હોય છે ત્યારે એસીબી દ્વારા આવા લાંચીયાઓને ઝડપી લેવા માટે કાર્યવાહી કરવામાં આવે છે. 

તાપી જિલ્લામાં 10 લાખની લાંચ મામલે બે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. તાપી જિલ્લાની ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઇ મંગળભાઇ પટેલ આકસ્મિક મુલાકાત લઇ ઇન્સપેક્શનમાં મુદ્દાઓની પુર્તતા માટે શાળાને નોટિસ આપી હતી. જેની પતાવટની અવેજમાં જ લાંચની માંગણી કરવામાં આવી હતી. 

જેના આધારે ગત્ત રોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જો કે છટકા દરમિયાન શિક્ષણાધિકારીએ આચાર્યને ક્લાર્ક રવિ રવિન્દ્રકુમાર ઉર્ફે જીગો શંકરલાલ પટેલને લાંચની રકમ આપવામાં જણાવ્યું હતું. જેથી આચાર્ય લાંચની રકમ લઇને રવિન્દ્રકુમાર આપવા જતા  શિક્ષણાધિકારીને એસીબીના છટકાની જાણ થતા લાંચની રકમ સ્વિકારી ન હતી. જો કે છટકા દરમિયાન એકત્રીત થયેલા પુરાવામાં શિક્ષણાધિકારી અને રવિન્દ્રકુમાર એકબીજાની મદદગારીમાં 10 લાખની લાંચની માંગણી કરી હોવાથી બંન્ને આરોપી વિરુદ્ધ લાંચની માંગણીનો ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news