ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવતી ઘટનાની આ છે વાસ્તવિકતા, ગઢવી આવશે નવારંગરૂપમાં
આમ આદમી પાર્ટીના ગુજરાતમાં મુખ્ય મંત્રીપદના દાવેદાર અને હાલના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીના રાજીનામાના આજે સમાચાર વહેતા થયા છે. જોકે, આ માત્ર એક અફવા છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગુજરાતમાં મુખ્ય મંત્રીપદના દાવેદાર અને હાલના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીના રાજીનામાના આજે સમાચાર વહેતા થયા છે. જોકે, આ માત્ર એક અફવા છે. ઈસુદાન ગઢવી રાજકીય મેદાન છોડે તેવી કોઈ સંભાવના નથી. આગામી દિવસોમાં પ્રજા સાથે સીધો સંવાદ કરવા માટે આપના પ્રદેશ અધ્યક્ષ નવા રંગરૂપમાં જોવા મળે તો પણ નવાઈ નહીં. લોકસભાની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સંભાવના વચ્ચે આપે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે ઈસુદાન ગઢવી ફરી સોશિયલ મીડિયામાં જોવા મળે તો પણ નવાઈ નહીં.
વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રીપદનો ચહેરો બનવા માટે પક્ષપ્રમુખ ગોપાલ ઈટાલિયા, મહાસચિવ મનોજ સોરઠિયા જેવાં નામો રેસમાં હતાં. જોકે, સર્વેમાં ભાગ લેનારા લોકોએ બહુમતથી ઈસુદાન પર પસંદગી ઉતારી હતી. ઈસુદાન ગઢવી એ ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે એક નિર્વિવાદિત ચહેરો છે. જેને જામખંભાળીયામાંથી ચૂંટણી લડી હતી પણ પ્રથમવાર નસીબના બળિયાં સાબિત થયા ન હતા. આજે આપ એ ગુજરાતમાં 5 બેઠકો ધરાવે છે.
જામખંભાળિયાના પીપળિયા ગામના એક ખેડૂતપુત્રમાંથી આપમાં પ્રદેશ અધ્યક્ષ બનનારા ઈસુદાન ગઢવીની સફર વિશે ખૂબ ઓછા લોકોને માહિતી હશે. ઈસુદાન એવું માને છે કે સિસ્ટમ બદલવા સિસ્ટમનો ભાગ બનવું પડે. એટલે જ પત્રકારમાંથી તેઓ રાજનેતા બન્યા છે. આજે તેમના રાજીનામાની દિવસભર અફવા ચાલી છે. જેનું મુખ્ય કારણ એક શો છે.
ઈસુદાન ગઢવીને જે શોમાંથી લોકપ્રિયતા મળી હતી. એ લોકપ્રિયતા ફરી અંકે કરવા માટે અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ઈસુદાન ગઢવી એક નવી યૂટ્યૂબ ચેનલ મારફતે ફરી પોતાનો શો લોન્ચ કરી લોકોનો અવાજ બનવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેને પગલે તેઓ આપ છોડી રહ્યાં હોવાની આજે હવા ચાલી છે. જોકે, આ માત્ર અફવા છે અને ઈસુદાન લોકસભા પહેલાં ફરી મેદાનમાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે