ગુજરાત આમ આદમી પાર્ટી એક્શન મોડમાં: સંગઠનનું બીજું લિસ્ટ જાહેર, એક ક્લિકમાં જાણો સમગ્ર યાદી

આ અંગે ખુદ AAPએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 'આગામી વિધાનસભાની ચૂંટણીમાં લડાઈ લડવા માટે લગભગ 6098 જેટલા નવા પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.'

ગુજરાત આમ આદમી પાર્ટી એક્શન મોડમાં: સંગઠનનું બીજું લિસ્ટ જાહેર, એક ક્લિકમાં જાણો સમગ્ર યાદી

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ પક્ષો આગામી ચૂંટણીમાં જીત હાંસલ કરવા પોતપોતાની રીતે રણનીતિ તૈયાર કરી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીએ કુલ 6098 જેટલા પદાધિકારીઓનું બીજું સંગઠન જાહેર કર્યું છે. 

જેમાં ધાર્મિક માથુકીયાને AAPની વિદ્યાર્થી પાંખના પ્રમુખ બનાવાયા છે. જ્યારે ભેમાભાઈ ચૌધરીને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવાયા છે. પ્રદેશ કક્ષાએ 148, લોકસભા કક્ષાએ 53 કાર્યકર્તાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા સમિતિમાં 1509 કાર્યકર્તાઓને જવાબદારી સોંપાઈ છે તો વિધાનસભા કક્ષાએ 4488 કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

આ અંગે ખુદ AAPએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 'આગામી વિધાનસભાની ચૂંટણીમાં લડાઈ લડવા માટે લગભગ 6098 જેટલા નવા પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.'

— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) June 30, 2022

— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) June 30, 2022

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ગુજરાત AAPમાં પ્રદેશ પ્રમુખ સિવાયના તમામ હોદ્દેદારોને પદ પરથી હટાવી દેવાયા હતાં. ત્યારે થોડાંક દિવસો અગાઉ AAP ગુજરાતના પ્રભારી સંદિપ પાઠકે ગુજરાત AAPના સંગઠનને લઇને મહત્વની જાહેરાત કરી હતી. જેમાં ઈસુદાન ગઢવીને AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. જ્યારે ઇન્દ્રનિલ રાજ્યગુરુને નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. તો કૈલાશ ગઢવીને આમ આદમી પાર્ટી ગુજરાતના ખજાનચી બનાવાયા હતા. આ સંગઠનની ટીમમાં પૂરા 800 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) June 30, 2022

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news