Manipur: નોની જિલ્લામાં ભૂસ્ખલનથી 7 લોકોના મોત, હજુ 45 લોકો ગૂમ, સેનાએ સંભાળ્યો મોરચો

પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં બુધવારે મોડી રાતે નોની જિલ્લામાં તુપુલ રેલવે સ્ટેશન પર ભીષણ ભૂસ્ખલન બાદ ભારતીય સેનાના અનેક જવાનો અને કેટલાક નાગરિકો ગૂમ થઈ ગયા. અત્યાર સુધીમાં સાત લોકોના મૃતદેહો મળી આવ્યા છે. હજુ પણ 45 જેટલા લોકો ગૂમ છે. 

Manipur: નોની જિલ્લામાં ભૂસ્ખલનથી 7 લોકોના મોત, હજુ 45 લોકો ગૂમ, સેનાએ સંભાળ્યો મોરચો

Massive Landslide in Manipur: પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં બુધવારે મોડી રાતે નોની જિલ્લામાં તુપુલ રેલવે સ્ટેશન પર ભીષણ ભૂસ્ખલન બાદ ભારતીય સેનાના અનેક જવાનો અને કેટલાક નાગરિકો ગૂમ થઈ ગયા. અત્યાર સુધીમાં સાત લોકોના મૃતદેહો મળી આવ્યા છે. હજુ પણ 45 જેટલા લોકો ગૂમ છે. 

મળતી માહિતી મુજબ જિરીબામથી ઈમ્ફાલ સુધી નિર્માણધીન રેલવે લાઈનની સુરક્ષા માટે રાજ્યના નોની જિલ્લામાં તુપુલ રેલવે સ્ટેશન પાસે તૈનાત ભારતીય સેનાની 107 પ્રાદેશિક સેનાની કંપનીના સ્થાને ભૂસ્ખલન થયું. ત્યારબાદ અનેક લોકો તેમાં દટાઈ ગયા. જેમને કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. સુરક્ષિત બહાર કાઢેલા લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

— ANI (@ANI) June 30, 2022

ભારતીય સેના અને અસમ રાઈફલ્સની ટીમ દ્વારા બચાવ અભિયાન ચાલુ છે. સાઈટ પર ઉપલબ્ધ એન્જિનિયર પ્લાન્ટ ઉપકરણને બચાવ કાર્યમાં લગાવવામાં આવ્યું. અત્યાર સુધીમાં ભૂસ્ખલનના કારણે ફસાયેલા 19 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. ઘાયલો હાલ નોની આર્મી મેડિકલ યુનિટમાં સારવાર હેઠળ છે. 

— ANI (@ANI) June 30, 2022

મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે ટ્વીટ કરીને કહ્યું કે તેમણે આજે તુપુલમાં ભૂસ્ખલનની સ્થિતિનું આકલન કરવા માટે એક ઈમરજન્સી બેઠક બોલાવી. આ સાથે જ કહ્યું કે શોધ અને બચાવ અભિયાન પહેલેથી ચાલુ છે. આવો આજે આપણે તેમને આપણી પ્રાર્થનામાં રાખીએ. ઓપરેશનમાં સહાયતા માટે ડોક્ટરોની સાથે સાથે એમ્બ્યુલન્સ પણ મોકલવામાં આવી છે. 

આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ કહ્યું કે તેમણે સ્થિતિની સમીક્ષા કરવા મટે મણિપુરના મુખ્યમંત્રી અને રેલવે મંત્રી સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે એનડીઆરએફની એક ટીમ બચાવ અભિયાનમાં સામેલ થઈ ગઈ. જ્યારે બે વધુ ટીમો રસ્તામાં છે. 

— Amit Shah (@AmitShah) June 30, 2022

એક પોલીસ અધિકારીએ કહ્યું કે એક મૃતકની ઓળખ ગુરુવારે સવારે થઈ, જેનો મૃતદેહ મળી આવ્યો. તામેંગલોંગ અને નોની જિલ્લાથી  વહેતી ઈજેઈ નદીમાં કાટમાળ પડ્યો છે. જેના કારણે બાંધ જેવી સ્થિતિ પેદા થઈ છે. જો તે તૂટી જશે તો નોની જિલ્લાના નિચાણવાળા વિસ્તારોમાં નદી કહેર વર્તાવશે. આ મામલે નોનીના ઉપાયુક્તે એક એડવાઈઝરી પણ બહાર પાડી છે. 

એડવાઈઝરીમાં કહ્યું છે કે જે લોકો પણ વિસ્તાર ખાલી કરી શકે તેઓને ખાલી કરવાની સલાહ અપાય છે. આ સાથે જ મુસાફરોને એનએચ 37 (ઈમ્ફાલ-ઝિરી રાજમાર્ગ)થી  બચવાની પણ સલાહ આપવામાં આવી છે. જિલ્લા પ્રશાસન તમામ રાષ્ટ્રીય અને રાજ્ય ટીમો સાથે મળીને સર્ચ અને બચાવ કાર્ય કરી રહ્યું છે. રાહત કાર્ય હજુ પણ ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news