માલપુરમાં વીજતારમાં ફસાયેલા પક્ષીનું રેસક્યું કરી રહેલા યુવકને કરન્ટ લાગતા મોત

જિલ્લાના માલપુર ગામના બજારમાં આજે બપોરના અરસામાં વીજળીનાં થાંભલામાં ફસાઇતરફડિયા મારતા કબુતરનો જીવ બચાવવા માટે થાંભલા પર ચડેલા શ્રમજીવી યુવાનને વીજ કરંટ લાગતા જમીન પર પટકાયો હતો. જેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ આદરી છે. 
માલપુરમાં વીજતારમાં ફસાયેલા પક્ષીનું રેસક્યું કરી રહેલા યુવકને કરન્ટ લાગતા મોત

અરવલ્લી : જિલ્લાના માલપુર ગામના બજારમાં આજે બપોરના અરસામાં વીજળીનાં થાંભલામાં ફસાઇતરફડિયા મારતા કબુતરનો જીવ બચાવવા માટે થાંભલા પર ચડેલા શ્રમજીવી યુવાનને વીજ કરંટ લાગતા જમીન પર પટકાયો હતો. જેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ આદરી છે. 

આજે માલપુરના બજારમાં આવેલી વીજ થાંભલામાં કબુતર ફસાયું હતું. લોકોની અવરજવર થઇ રહી હતી. જો કે દિલીપભાઇ બજારમાં આવ્યા અને તેમને વીજ થાંભલામાં ફસાયેલા કબુતરને બચાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમને લાકડાનો ડંડો નહી મળતા લોખંડના પાઇપ પર લાકડાનો નાનો ડંડો બાંધ્યો હતો. 

દિલીપભાઇ વીજ થાંભલા પર ચડીને ડંડા વડે વીજતારમાંથી બચવા માટે તરફડિયા મારતા કબુતરને કાંઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન ડંડો તારને અડી જતા સ્પાર્ક થયું હતું જેના કારણે તે નીચે પટકાયા અને ઘટના સ્થળે જ માથુ ફાટી જતા મોટ નિપજ્યું હતું. દિલીપભાઇ વાઘેલાનાં પરિવારમાં પત્ની રેખાબેન અને બે પુત્ર પવન અને બોબી તેમજ પુત્રી તુલસી છે. દિલીપભાઇ છુટક મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શરૂઆતથી જ દિલીપભાઇ પશુપ્રેમી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news