બદલી કરાવવા માટે પૈસા ખવડાવવા પડતા એ જમાના ગયા, સરકારનો મહત્વનો નિર્ણય
Trending Photos
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મૃદુ છતાં મક્કમ નિર્ણાયકતા સાથે પારદર્શી પ્રશાસનની નવતર પહેલ કરી હતી. રાજ્ય સરકારના વિભાગોના વિવિધ વર્ગોના કર્મયોગીઓની બદલીમાં ઓનલાઈન અરજી વોટ્સએપ ગ્રુપ દ્વારા સંકલન, વિડીયો કોન્ફરન્સથી સુનાવણી અને સુચનો જેવા નવીન અભિગમ અપનાવાયા છે. રાજ્યના પંચાયતી રાજ વ્યવસ્થાના ઇતિહાસમાં પ્રથમવાર ૨૪ કલાકમાં ૧૦૬૭ જેટલા કર્મીઓની આંતરિક જિલ્લા ફેરબદલી કરી હતી. રોજગાર અને તાલીમ વિભાગના ૧૧૬૫ કર્મીઓની માંગ અનુસાર બદલી કરવામાં આવી હતી. કર્મયોગીઓના કલ્યાણ અને વહીવટી સુદ્રઢતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ આગવા અભિગમને પરિણામે રાજ્યના કુલ ૨,૨૩૨ કર્મયોગીઓની પાર્દર્શી ઢબે ફેરબદલી કરી હતી.
દિવ્યાંગ કર્મચારી, દંપતી, મેડિકલ કારણો, માતા-પિતાની સારસંભાળ, ગંગાસ્વરૂપ બહેનો જેવા સામાજિક સંવેદના સ્પર્શી કારણોને પણ ફેર બદલીમાં ધ્યાને લેવાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યશાસનનું દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ પ્રશાસનિક વ્યવસ્થામાં પારદર્શિતા, ઓનલાઇન પદ્ધતિઓ અને કાર્યદક્ષતાને મહત્વ આપવાનો વ્યુહ અપનાવ્યો છે. ભૂપેન્દ્ર પટેલ મૃદુ, મિતભાષી છતાં મક્કમ નિર્ણાયકતા સાથે સામાન્ય માનવીથી લઈને રાજ્યસેવાના અદના વર્ગ-૪ અને વર્ગ-૩ના કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખી સંવેદનાત્મક નિર્ણાયકતાના સતત હિમાયતી રહ્યા છે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોને પણ નાના કર્મચારીઓને કામગીરીમાં સરળતા રહે, ઘર-પરિવારની દેખભાળ કે વૃદ્ધ માતા-પિતાની સારસંભાળમાં તેને સુવિધા મળે તેવી રીતે કર્મચારીઓની ફેરબદલી કરવાનો અભિગમ અપનાવવા સૂચનાઓ આપેલી છે. એટલું જ નહીં, મુખ્યમંત્રીએ દિવ્યાંગ, ગંગાસ્વરૂપ, માંદગીના કિસ્સા, કે પતિ-પત્ની બે અલગ અલગ સ્થળે સેવારત હોય તેવા કિસ્સામાં પણ વિભાગ તથા સચિવાલય કક્ષાએ સહાનુભૂતિપૂર્વક વિચારી બદલીઓ કરવાના દિશાનિર્દેશો આપેલા છે.
મુખ્યમંત્રીના આ દિશાનિર્દેશોને પગલે સંબંધિત વિભાગોએ પણ સંપૂર્ણ પારદર્શિતા -ટોટલ ટ્રાન્સપરન્સી સાથે આ પ્રક્રિયા હાથ ધરી છે. તદ્દનુસાર પંચાયત વિભાગે માત્ર ચોવીસ જ કલાકમાં ૧૦૬૭ કર્મયોગીઓના આંતરજીલ્લા ફેરબદલીના હુકમ કર્યા છે. રોજગાર અને તાલીમ વિભાગે વિડિયો કોન્ફરન્સિંગનો અદ્યતન રાહ અપનાવી ૧૧૬૫ કર્મીઓની પારદર્શી રીતે આંતર જિલ્લા ફેરબદલીઓ કરી છે. કર્મયોગીઓના કલ્યાણ અને વહીવટી સુદ્રઢતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ આગવા અભિગમને પરિણામે રાજ્યના ૨,૨૩૨ કર્મયોગીઓની આંતરજિલ્લા ફેરબદલી ખૂબ જ ટૂંકા ગાળામાં શક્ય બની.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે