ઇસરોએ PSLV-S42 દ્વારા 2 વિદેશી સેટેલાઇટ અંતરિક્ષમાં કર્યા સ્થાપિત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છાઓ
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ તેના માટે ઇસરોના અંતરિક્ષ વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે પ્રતિસ્પર્ધી અંતરિક્ષ બિઝનેસમાં ભારતના મહાસામર્થ્યને દર્શાવે છે.
Trending Photos
શ્રીહરિકોટા/ નવી દિલ્હી: ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ રવિવારે પોતાના અંતરિક્ષ કેંદ્રથી બ્રિટનના પૃથ્વી અવલોકન ઉપગ્રહો નોવાએસએઆર અને એસ1-4નું ટેસ્ટિંગ કર્યું અને કક્ષામાં સફળતાપૂર્વ સ્થાપિત કર્યું. નોવાએસએઆરનો ઉપયોગ વન્ય માનચિત્રણ, ભૂ ઉપયોગ અને બરફની તળેટીની દેખરેખ, પૂર અને ઇર્મજન્સી દેખરેખ માટે કરવાનું છે.
ISRO launches PSLV-C42 into orbit carrying two foreign satellites, NovaSAR & S1-4, from Satish Dhawan Space Centre, Sriharikota in #AndhraPradesh. pic.twitter.com/CB1xBbPfXs
— ANI (@ANI) September 16, 2018
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ તેના માટે ઇસરોના અંતરિક્ષ વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે પ્રતિસ્પર્ધી અંતરિક્ષ બિઝનેસમાં ભારતના મહાસામર્થ્યને દર્શાવે છે.
Congratulations to our space scientists! ISRO successfully launched PSLV C42, putting two UK satellites in orbit, demonstrating India's prowess in the competitive space business. @isro
— Narendra Modi (@narendramodi) September 16, 2018
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ ટ્વિટ કર્યું, ''આપણા અંતરિક્ષ વૈજ્ઞાનિકોને શુભેચ્છા, ઇસરોએ પીએસએલવી સી 42નું સફળ ટેસ્ટિંગ કર્યું અને બ્રિટનને બે ઉપગ્રહોને કક્ષામાં પહોંચાડ્યા. આ પ્રતિસ્પર્ધી અંતરિક્ષ બિઝનેસમાં ભારતના મહાસામર્થ્યને દર્શાવે છે.''
એસ 1-4નો ઉપયોગ સંસાધનોના સર્વેક્ષન, પર્યાવરણની દેખરેખ, શહેરી મેનેજમેન્ટ તથા ઇમરજન્સી દેખરેખ માટે કરવામાં આવશે. બંને ઉપગ્રહોને લઇને પીએસએલવી-સી42 અંતરિક્ષયાન રવિવારે રાત્રે 10:08 વાગે સતીશ ધવન અંતરિક્ષ કેંદ્રના પ્રથમ લોંચપેડથી રવાના થયું.
પીએસએલવીએ ઉપગ્રહોને ટેસ્ટીંગના 17 મિનિટ 45 સેકેંડ બાદ કક્ષામાં સ્થાપિત કરી દીધો. ઇસરો અધ્યક્ષ સીવને કહ્યું કે મિશન સફળ રહ્યું. તેમણે વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે આગામી છ મહિનામાં 10 ઉપગ્રહ અને આઠ લોંચ વ્હીકલ મિશનનું ટેસ્ટિંગ કરવામાં આવશે. સીવને કહ્યું કે ઇસરોનું ચંદ્વ મિશન ત્રણ જાન્યુઆરી 2019ના રોજ ટેસ્ટીંગ કરવામાં આવશે. લગભગ છ મહિના પહેલાં ઇસરોએ આઇએનએસઆરએસએસ-1 ઐ નૌવહન ઉપગ્રહને સફળતાપૂર્વક કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે