સુરતીઓને કોઈ ના પહોંચે! જ્વેલર્સે તૈયાર કરી ચાંદીની ફીરકી અને પતંગ, કિંમત જાણીને લાગશે આંચકો!

સુરતમાં રહેતા અને મૂળ રાજસ્થાનના ટેક્સટાઇલના વેપારીએ સુરતના એક જ્વેલર્સ પાસે ફીરકી અને ચાંદીનો પતંગ તૈયાર કરાવ્યો છે. ઉતરાયણના પર્વને ધ્યાનમાં રાખીને ચાંદીના પતંગ અને ફીરકી નાની અને મોટી બંને સાઈઝમાં બનાવવામાં આવી છે.

સુરતીઓને કોઈ ના પહોંચે! જ્વેલર્સે તૈયાર કરી ચાંદીની ફીરકી અને પતંગ, કિંમત જાણીને લાગશે આંચકો!

ચેતન પટેલ/સુરત: ઉતરાયણના પર્વ પર રંગબેરંગી પતંગો હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર બની રહે છે, પરંતુ સુરત ખાતે એક ટેક્સ્ટાઇલના વેપારીએ પોતાના પ્રિયજનો માટે એવી પતંગ તૈયાર કરાવી છે. જેને જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જશે કારણ કે આ ખાસ પતંગ અને ફીરકી ચાંદીથી તૈયાર કરવામાં આવી છે.

સુરતમાં રહેતા અને મૂળ રાજસ્થાનના ટેક્સટાઇલના વેપારીએ સુરતના એક જ્વેલર્સ પાસે ફીરકી અને ચાંદીનો પતંગ તૈયાર કરાવ્યો છે. ઉતરાયણના પર્વને ધ્યાનમાં રાખીને ચાંદીના પતંગ અને ફીરકી નાની અને મોટી બંને સાઈઝમાં બનાવવામાં આવી છે. વેપારીએ આ ખાસ પતંગ પોતાના પ્રિયજનને આપવા માટે તૈયાર કરાવી છે. પરંપરા મુજબ ઉત્તરાયણ ના પર્વ પર ભેટ સ્વરૂપ પતંગ અને ફીરકી આપવામાં આવતી હોય છે. જેથી વેપારીએ પોતાના પ્રિયજન માટે ખાસ સિલ્વરની પતંગ અને ફીરકી બનાવવી છે.

No description available.

ચાંદીના ફિરકી અને પતંગની ખાસિયતની વાત કરવામાં આવે તો નાની મોટી સાઈઝમાં તૈયાર કરવામાં આવી છે. મોટી પતંગ 350 ગ્રામના ચાંદીમાં તૈયાર થઈ છે જેની કિંમત 35 થી 40 હજાર રૂપિયા સુધીની છે. જ્યારે બીજી બાજુ નાની પતંગ માત્ર 7 ગ્રામ લઈને 125 ગ્રામ સુધીની ચાંદીમાં તૈયાર થઈ છે. જેની કિંમત 20,000 રૂપિયા સુધી છે મોટી પતંગ એક દોઢ ફૂટે લાંબી છે..આ ચાંદીની પતંગ બનાવનાર પંકજ ખેતાને જણાવ્યું હતું કે રાજસ્થાન અને ઉત્તર ભારતમાં પતંગ મહોત્સવ પર લોકો પોતાના પ્રિયજનોને પતંગ ભેટમાં આપતા હોય છે ખાસ કરીને લગ્ન સમારોહમાં પણ પતંગ ઉપહાર તરીકે આપવામાં આવે છે.

જોકે હાલ ઉતરાયણ નો પર્વ ચાલી રહ્યો છે ત્યારે સુરતના એક ટેક્સટાઇલના વેપારીએ પોતાના પ્રિયજનને પતંગ અને ફીરકી આપવા માટે ખાસ ચાંદીની પતંગ અને ફીરકી નો ઓર્ડર આપ્યો હતો જેના અનુસંધાને અમે ચાંદીની પતંગ અને ફીરકી બનાવી હતી..સાથે તેઓએ જણાવ્યું હતું કે એક મહિનાની મહેનત બાદ આ પતંગ તૈયાર અને ફીરકી તૈયાર કરવામાં આવી છે.

No description available.

રજવાડી ડિઝાઇન અને ખાસ કરીને મીનાકારી કરીને આ પતંગને ડિઝાઇન આપવામાં આવ્યું છે હાલ આ એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ લોકો જોઈ રહ્યા છે. કારણ કે સોના અને ચાંદીના ભાવ ભવિષ્યમાં બધી પણ શકે છે બીજી બાજુ જે ફીરકી તૈયાર કરવામાં આવી છે તે પણ ખાસ છે જે ફીરકી તૈયાર કરાઈ છે તે ચાંદીમાં છે અને જેમાં 1000 વાર સુધીનો દોરો પણ લે પેટી શકાય છે અને લોકો આ ફિરકી ને વાપરી પણ શકે છે. ની વાત કરવામાં આવે તો આ ફીરકી ની કિંમત 20,000 રૂપિયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news