શિક્ષણ જગતમાં ખળભળાટ! અરવલ્લીમાં શિક્ષકે શિક્ષિકા સાથે કર્યું ગંદુ કામ; હેવાન બાઈક પર બેસાડીને....

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાના એક શિક્ષકે શાળાની જ શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. 

શિક્ષણ જગતમાં ખળભળાટ! અરવલ્લીમાં શિક્ષકે શિક્ષિકા સાથે કર્યું ગંદુ કામ; હેવાન બાઈક પર બેસાડીને....

સમીર બલોચ/અરવલ્લી: જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાના એક શિક્ષકે શાળાની જ શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. 

આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો, શામળાજી ભિલોડા રોડ ઉપર શામલપુર ગામની સીમમાં આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સરકારી સ્કૂલમાં ફરજ બજાવતા વિજયનગરના ડગલા ગામના શિક્ષક અર્જનસિંહ ધનજીભાઈ સિસોદિયા નામના શિક્ષકે આ જ સ્કૂલ કેમ્પસમાં ફરજ બજાવતી શિક્ષિકાને વિશ્વાસમાં લઈને બે દિવસ અગાઉ સાંજે પોતાની બાઇક પર બેસાડી ખોડંબાથી કુસકી તરફના રોડ ઉપર લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. 

ત્યારબાદ શિક્ષિકાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં શિક્ષિકાએ શિક્ષક વિરુદ્ધ મોડાસાના ટીંટોઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જે આધારે પોલીસે વિજયનગરના ડગલાના લંપટ શિક્ષક શિક્ષક અર્જનસિંહ ધનજીભાઈ સિસોદિયા વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને આગળની તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે રાઠોડે હાથ ધરી છે. 

જોકે શિક્ષિકાની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી શિક્ષકને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. પરંતુ શિક્ષણ જગતને કલંક લગાડતી આ ઘટના બાદ શિક્ષણ વિભાગ શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news