જ્યાં રહેતો હોય ત્યાં જ ચોરી કરતો વિચિત્ર ચોર ઝડપાયો, પોતે જ પોલીસને કરતો ગુમરાહ

અમદાવાદની ઝોન 7 LCB ટીમે ઘરફોડ ચોરી કરતા એક કુખ્યાત આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી બક્સુઅલી સૈયદ નામના આરોપીની ઝોન 7 LCB ની ટીમને બાતમી મળતા વેજલપુર વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડયો હતો. આરોપીની પૂછપરછ કરતા એક નહિ બે નહી પરંતુ અમદાવાદ અને ગાંધીનગર સહિત 6 ઘરફોડ ચોરીના ભેદ ઉકેલ્યા છે. જો કે ચોર ખુબ જ વિચિત્ર રીતે ચોરી કરતા હતા. 
જ્યાં રહેતો હોય ત્યાં જ ચોરી કરતો વિચિત્ર ચોર ઝડપાયો, પોતે જ પોલીસને કરતો ગુમરાહ

મૌલિક ધામેચા / અમદાવાદ : અમદાવાદની ઝોન 7 LCB ટીમે ઘરફોડ ચોરી કરતા એક કુખ્યાત આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી બક્સુઅલી સૈયદ નામના આરોપીની ઝોન 7 LCB ની ટીમને બાતમી મળતા વેજલપુર વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડયો હતો. આરોપીની પૂછપરછ કરતા એક નહિ બે નહી પરંતુ અમદાવાદ અને ગાંધીનગર સહિત 6 ઘરફોડ ચોરીના ભેદ ઉકેલ્યા છે. જો કે ચોર ખુબ જ વિચિત્ર રીતે ચોરી કરતા હતા. 

આરોપીની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપી બક્સુંઅલી સૈયદ અને તેનો સાગરીત જે વિસ્તારમાં રહે તેજ વિસ્તારના આસપાસના મકાનોને ટાર્ગેટ કરતા હતા. આસપાસમાં જે મકાન ખાલી દેખાય તે દિવસે બંને જણા સાથે મળીને ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. ચોકાવનારી બાબત તો એ છે કે પકડાયેલ આરોપી બકસુઅલી એ તો તેના પડોશમાં જ આવેલા મકાનમાં ચોરી ને અંજામ આપ્યો હતો. 

જોકે હાલ તો પોલીસે વેજલપુર , દેહગામ અને ચિલોડા વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. સાથેજ પોલીસે આરોપી પાસેથી 6 લાખથી વધુ કિંમતનો ચોરી કરેલ મુદ્દામાલ રિકવર કર્યો છે. અને સાગરીત વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે. અત્રે નોંધનીય છે કે, ચોરની એમઓ જાણીને પોલીસ પણ હવે લોકોને અપીલ કરી રહી છે કે, પાડોશીનું પણ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news