ભારતમાં એવી જગ્યા જ્યાં માણસ અને મગર રહે છે એક સાથે
વિશ્વમાં બહુ ઓછી જગ્યા હશે જ્યાં માણસ અને મગર એક સાથે અમે હળી મળીને રહે છે. પરંતુ ગુજરાતમાં એક જગ્યા એવી છે, જ્યાં અદભૂત નજારો જોવા મળે છે. આણંદ જિલ્લામાં આવેલા એક ગામમાં વર્ષોથી મગર અને લોકો એક સાથે રહે છે. આ સ્થળ પર ના તો મગરથી માણસો હેરાન થાય છે. અને ના તો માણસોથી મગરો, વિદ્યાનગર ખાતે આવેલા નેચરલ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 6 વર્ષથી મગરની ગણતરી કરવામાં આવી રહી છે. અને હજી પણ મગરોની ગણતરી ચાલી રહી છે. સામાન્ય રીતે મગરના હુમલાની અને માણસો દ્વારા મગરને મારવાની અનેક ઘટનાઓ સામે આવતી હતી.
Trending Photos
લાલજી પાનસુરિયા/નિર્મલ ત્રિવેદી, આણંદ: વિશ્વમાં બહુ ઓછી જગ્યા હશે જ્યાં માણસ અને મગર એક સાથે અમે હળી મળીને રહે છે. પરંતુ ગુજરાતમાં એક જગ્યા એવી છે, જ્યાં અદભૂત નજારો જોવા મળે છે. આણંદ જિલ્લામાં આવેલા એક ગામમાં વર્ષોથી મગર અને લોકો એક સાથે રહે છે. આ સ્થળ પર ના તો મગરથી માણસો હેરાન થાય છે. અને ના તો માણસોથી મગરો, વિદ્યાનગર ખાતે આવેલા નેચરલ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 6 વર્ષથી મગરની ગણતરી કરવામાં આવી રહી છે. અને હજી પણ મગરોની ગણતરી ચાલી રહી છે. સામાન્ય રીતે મગરના હુમલાની અને માણસો દ્વારા મગરને મારવાની અનેક ઘટનાઓ સામે આવતી હતી.
પરંતુ આણંદ જિલ્લાના એક ગામમાં 200 કરતા પણ વધારે મગર રહે છે. અને આ મગર દ્વારા ક્યારેય પણ મનુષ્ય પર હુમલો કરવામાં આવ્યો નથી. સ્થાનિક લોકોના ઘરોમાં અનેક વાર મગર આવી જાય છે, પરંતુ કોઇ પણ મગર દ્વારા ડરતા નથી અને કોઇ પણ મગર માણસથી પણ ડરતા નથી. જ્યારે પણ મગર ધરમાં ઘુસે ત્યારે આ સ્થનિક લોકો એનજીઓ અથવા ફોરેસ્ટ વિભાગના લોકોને ફોન કરીને તેની જાણકારી આપી દે છે.
સમગ્ર વિશ્વમાં મગરની અનેક પ્રજાતિઓ રહે છે, જ્યારે આણંદ જિલ્લામાં દેસી મગર પણ રહે છે. જેમની દર વર્ષે ગણતરી પણ અલગ રીતે કરવામાં આવે છે. અહિં વન વિભાગ દ્વારા બાસ્કેટ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ કામમાં 50 કરતા પણ વધારે વોલેન્ટીયરનો સહયોગ લેવામાં આવે છે. મગરોની ગણતરીનું આ કામ આશરે ત્રણથી ચાર દિવસ સુધી દિવસ અને રાત સતત ચાલતુ રહે છે.
જેણે પૂર્ણ કર્યા બાદ પણ ગણતરી કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયમાં ભારતમાં વન્ય પ્રાણીઓના સંરક્ષણ અંગે જાગૃતિ આવી છે. જેમાં ખાસ કરીને સિંહ, હરણ, દિપડાની સાથે સાથે મગરની પણ વૈજ્ઞાનિક રીતે ગણતરી કરવામાં આવે છે. ત્યારે મગરના સંરક્ષણ માટે ખાસ કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે