ટીવીની દુનિયામાં LGની ક્રાંતિ, ફોલ્ડેબલ OLED ટીવી પરથી ઊંચકાયો પડદો

65 ઈંચનું આ સિગ્નેચર OLED TV આવતા વર્ષે આવશે બજારમાં, સોમવારે કંપની દ્વારા કરાઈ હતી જાહેરાત 

ટીવીની દુનિયામાં LGની ક્રાંતિ, ફોલ્ડેબલ OLED ટીવી પરથી ઊંચકાયો પડદો

નવી દિલ્હીઃ LG ઈલેક્ટ્રોનિક્સ દ્વારા દુનિયાનું સૌ પ્રથમ વાળી શકાય એવું OLED TV પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તેની સ્ક્રીનને વાળીને બોક્સમાં મુકી શકાય છે, જ્યારે તેનો ઉપયોગ ન કરવો હોય. કંપનીએ આ કન્સેપ્ટની જાહેરાત ગયા વર્ષે કરી હતી. 

65ઈંચનું આ સિગ્નેચર OLED TV આવતા વર્ષે બજારમાં આવશે. કંપનીએ અહીં ચાલી રહેલા CES-2019માં સોમવારે આ અંગે જાહેરાત કરી હતી. કંપનીએ ફોલ્ડેબલ OLED ટીવી પરથી પડદો ઊંચકતા જણાવ્યું કે, હવે ટીવીની દુનિયામાં નવી ક્રાંતિ આવશે. 

— LG Electronics (@LGUS) January 7, 2019

ટીવીની દુનિયામાં ક્રાંતિ
એલજી ઈલેક્ટ્રોનિક્સે જણાવ્યું કે, "એક રોલેબલ OLED ટીવી ગેમ ચેન્જર સાબિત થશે. કેમ કે આ યુજર્શને દીવાલની મર્યાદાઓમાંથી મુક્ત કરી દેશે. તેના કારણે હવે ગ્રાહકો માટે ટીવી મુકવાના સ્થાનને કાયમ માટે રિઝર્વ રાખવાની જરૂર નહીં રહે. જ્યારે પણ ટીવી જોવું ન હોય ત્યારે તેને વાળીને બોક્સમાં મુકી શકાશે."

વોઈસ કમાન્ડ પર પણ કરશે કામ
યુઝર્સ પોતાના અવાજની મદદથી જ ટીવીના ઈનબિલ્ડ અમેઝન એલેક્સાને સુચના આપી શકશે. એલજીએ પોતાના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટીવી લાઈનઅપને 2019માં લોન્ચ કરવાની છે. તેમનું આ ટીવી એપલ એરપ્લે-2 અને હોમકિટને પણ સપોર્ટ કરશે. એપલની હોમકિટ સપોર્ટ સાથે ગ્રાહક પોતાના એલજી ટીવીને હોમ એપ કે માત્ર સીરીને સુચના આપીને નિયંત્રિત કરી શકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news