Budget 2019: મિડલ ક્લાસને મળી શકે છે મોટી ભેટ, PM મોદી પણ કરી ચૂક્યા છે ઈશારો

Budget 2019: મિડલ ક્લાસને મળી શકે છે મોટી ભેટ, PM મોદી પણ કરી ચૂક્યા છે ઈશારો

સામાન્ય ચૂંટણી પહેલાં મતદારોને રિઝવવાના ક્રમમાં કેંદ્વ સરકાર સવર્ણોને 10 ટકા અનામત આપ્યા બાદ હવે બજેટ (Budget 2019)માં મિડલ ક્લાસને Income tax relief તરીકે મોટી ભેટ આપી શકે છે. થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સમાચાર એજન્સી ANI ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં મિડલ ક્લાસને રાહત આપવા માટે સંકેત આપ્યા હતા. મીડલ ક્લાસ લાંબા સમયથી Income tax સ્લેબમાં રાહતની માંગ કરી રહ્યા છે. સમાચારો અનુસાર મોદી સરકાર Income tax relief આપવા માટે સેવિંગ લિમિટમાં વધારો અને અન્ય tax benefits આપવા અંગે વિચાર કરી રહ્યા છે. 

ટેક્સ બેનિફિટ આપી શકે છે સરકાર
બિઝનેસ ચેનલ ઈટી નાઉના અનુસાર કેંદ્વ સરકાર પોતાના વચગાળાના બજેટમાં ટેક્સ બેનિફિટની જાહેરાત કરી શકે છે, જેમાં સેવિંગ લિમિટમાં વધારો, પેંશનર્સ માટે ટેક્સ બેનિફિટ અને હાઉસિંગ લોનના વ્યાજ પર વધુ છૂટ જેવા વિકલ્પ સામેલ થઇ શકે છે. 

વધુ છૂટ આપવાનો વિકલ્પ નહી
સરકારી સૂત્રોના અનુસાર, ગત ચાર બજેટ દરમિયાન અમે (કેંદ્વ સરકારે) સેલરીડ ક્લાસને રાહત આપી છે, કારણ કે તે દેશના સૌથી ઇમાનદાર ટેક્સપેયર છે. અમે આ વર્ષે પણ વચગાળાના બજેટની સીમાઓમાં જેટલું કરી શકીએ છીએ એટલું કરીશું.'

કસ્ટમ ડ્યૂટીમાં રાહત સંભવ
સૂત્રોએ એ પણ જણાવ્યું કે બેસિક કસ્ટમ ડ્યૂટીમાં રાહત આપવા પર વિચાર કરી શકાય છે. જોકે તેમણે આ વસ્તુઓની ડિટેલ આપી નથી, જેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ગત ચાર વર્ષ દરમિયાન નાણામંત્રાલયે મિડલ ક્લાસને ઘણી રાહત આપી છે. તેમાં ટેક્સની સીમામાં વધારો અને ટેક્સ રેટમાં ઘટાડા જેવા પગલાં સામેલ છે.

નાણા મંત્રી અરૂણ જેટલી એક ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે. આ અરૂણ જેટલી દ્વારા રજૂ કરવામાં આવનાર છઠ્ઠું બજેટ હશે. આ વચગાળાનું બજેટ હશે, જેને વોટ ઓન એકાઉન્ટ (Vote-on-Account) પણ કહે છે. તેમાં એક સિમિત સમયગાળા માટે સરકારના જરૂરી ખર્ચાની મંજૂરી લેવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news