આણંદના તારાપુરમાં ખેલાયો ખુની ખેલ; જમવા બાબતે બોલાચાલી થતાં બે મિત્રો બન્યા વેરી, આ રીતે કરી હત્યા
ઈસરવાડા ગામની "કળચી" સીમ વિસ્તારમા હાર્વેસ્ટરથી ડાંગરની કાપણીનુ કામ ચાલી રહ્યુ હતુ તે દરમ્યાન ડાંગરની કાપણી માટે પંજાબથી હાર્વેસ્ટર લઈને ગુજરાત આવેલા બે મિત્રો ગુરદિપસિંગ અને લવપ્રિતસિંગ રાત્રીના 9 કલાકે જમવા માટે હાર્વેસ્ટર બંધ કરીને જમવા નીચે ઉતર્યા અને એ દરમ્યાન જમવાની બાબતમાં બંન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: જિલ્લાનાં તારાપુર પંથકમાં હાલમાં ડાંગરની કાપણી ચાલી રહી છે, ત્યારે પંજાબથી હાર્વેસ્ટર મશીન લઈ ડાંગરની કાપણી કરવા આવેલા બે યુવાન મિત્રો વચ્ચે જમવા બાબતે બોલાચાલી થયા બાદ મામલો બિચકતા એક મિત્રએ મશીનનું ભારે લોંખડનું પાનું લઈ બીજા મિત્રને માથામાં મારી ગંભીર ઈજાઓ કરી હત્યા કરી ભાગવા જતા હત્યારા મિત્રને પોલીસે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર જમ્મુ તાવી એક્ષપ્રેસ ટ્રેનમાંથી ઝડપી પાડી તેની વધુ પુછપરછ હાથ ધરી છે.
ઈસરવાડા ગામની સીમ ખુની ખેલ ખેલાયો હતો જેમાં જમવા જેવી નજીવી બાબતે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી હતી. તારાપુર સહિત ભાલ વિસ્તાર માં હાલ ડાંગરની કાપણી પુરજોશમા ચાલી રહી છે અને અહીં ડાંગરની કાપણી માટે પંજાબથી હાર્વેસ્ટર લઈ પંજાબના અલગ અલગ વિસ્તારોમાંથી શીખ જાતીના લોકો રોજીરોટી રળવા આવતા હોય છે આવી જ રીતે પંજાબનાં જલંધરનાં ગુરદિપસિંગ અને તેનો મિત્ર લવપ્રિતસિંગ પણ હાર્વેસ્ટર મશીન લઈને ડાંગરની કાપણી માટે આવ્યા હતા અને તેઓ ઈસરવાડા સીમમાં ખેડુતોનાં ખેતરમાંથી ડાંગરની કાપણી કરતા હતા.
તારાપુરથી માત્ર 3 કીમી અંતરે આવેલા ઈસરવાડા ગામની "કળચી" સીમ વિસ્તારમા હાર્વેસ્ટરથી ડાંગરની કાપણીનુ કામ ચાલી રહ્યુ હતુ તે દરમ્યાન ડાંગરની કાપણી માટે પંજાબથી હાર્વેસ્ટર લઈને ગુજરાત આવેલા બે મિત્રો ગુરદિપસિંગ અને લવપ્રિતસિંગ રાત્રીના 9 કલાકે જમવા માટે હાર્વેસ્ટર બંધ કરીને જમવા નીચે ઉતર્યા અને એ દરમ્યાન જમવાની બાબતમાં બંન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બોલાચાલી ઉગ્ર બનતા અંધારી રાત્રીએ સુમસામ સીમ વિસ્તારમાં મિત્ર લવપ્રિતસિંગ એ ઉસ્કેરાઈ જઈ મિત્ર ગૂરદિપસિંગને માથામાં લોંખડનું પાનું મારી દેતા ગુરદિપસિંગ લોહીલુહાણ થઈ ઢળી પડયો હતો અને ધટના સ્થળે જ ગુરદિપસિંગનું મોત નિપજયું હતું, હત્યા કર્યા બાદ લવપ્રિતસિંગ એ પોતાનાં સેઠ સુખરાજસિંગ મહેન્દ્રસિંગ કંબોજને પોતાનાથી હત્યા થઈ હોવાનું તેમજ તે પંજાબ પરત જઈ રહ્યો હોવાની જાણ કરી હતી.
આ ધટનાની જાણ થતા જ તારાપુર પોલીસ મથકનાં પીઆઈ આર આર.સાલ્વી સ્ટાફ સાથે ધટના સ્થળે દોડી ગયા હતા અને મૃતકનાં મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે હોસ્પીટલમાં ખસેડયો હતો અને આ બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને પોલીસની એક ટીમને અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે તપાસમાં રવાના કરી હતી અને હત્યાનો આરોપી લવપ્રિતસિંગ બલકારસિંગ વાલ્મિક જમ્મુ તાવી એક્ષપ્રેસ ટ્રેનમાં બેસીને પંજાબ ભાગવા જતો હતો ત્યારે જ તેને ઝડપી લીધો હતો અને તેને તારાપુર પોલીસ મથકમાં લાવી તેની હત્યાનાં ગુનામાં ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે