કડી: રીક્ષા અને આઇસર વચ્ચે અકસ્માત, એક આધેડ તથા 7 વર્ષની બાળકીનું મોત
કડી જકાતનાકા વિસ્તારમાં આઇસર અને રીક્ષા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટાના સ્થળે એકઠા થયા હતા. આઇસર ચાલકે રીક્ષાને ધડાકાભેર ટક્કર મારી હતી જેમાં એક આધેડ અને 7 વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
Trending Photos
તેજશ દવે/મહેસાણા : કડી જકાતનાકા વિસ્તારમાં આઇસર અને રીક્ષા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટાના સ્થળે એકઠા થયા હતા. આઇસર ચાલકે રીક્ષાને ધડાકાભેર ટક્કર મારી હતી જેમાં એક આધેડ અને 7 વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત સર્જાતા કડી જકાતા નાકા રોડ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ઘટના સ્થળેથી લોકો દ્વારા આ અંગે 108ને જાણ કરતા ઇમરજન્સી 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં મોત થયેલા બંન્ને મૃતદેહોનો પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયા હતા. જ્યારે અન્ય ઘાયલોને સારવાર આપવામાં આવી હતી.
રીક્ષાને આઇસર વચ્ચે થયેલા આ અકસ્માતમાં આઇસરનો ડ્રાઇવર અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે. કડી પોલીસે અકસ્માતનો ગુનો નોધીને આઇસર ચાલકને ઝડપી લેવા માટેની કવાયત હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે