સાઉથના હીરો જેવી સ્ટાઈલમાં ડરાવવા શખ્સે મોરબીના વેપારીને ડમી બોમ્બ મોકલ્યો
Trending Photos
- ફિલ્મોમાં કાલ્પનિક દુનિયા બતાવવામાં આવે છે. જેને જોઈને ઘણી વખત ફિલ્મોમાં બતાવવામાં આવે તે રીતે કેટલાક શખ્સો દ્વારા રાતોરાત રૂપિયા કમાવા માટે પ્લાન બનાવવામાં આવતા હોય છે
હિમાંશુ ભટ્ટ/મોરબી :ટીવી તેમજ ફિલ્મોમાં જોઈને ઘણી વખત ગુનાહિત કૃત્ય કરવા માટેના આઇડિયા આવતા હોય છે અથવા તો ગુનાહિત કૃત્ય કરવામાં આવતું હોય છે. આવી જ રીતે ઝડપથી રૂપિયા કમાવવા માટે એમપીના એક શખ્સ દ્વારા સાઉથના ફિલ્મોમાં જોઈને મોરબીના સિરામિક કારખાનેદારને ડમી બોમ્બ મોકલવ્યો હતો અને ફોન કરીને ધમકી આપી હતી. આ ગુનામાં પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરી છે.
ફિલ્મોમાં કાલ્પનિક દુનિયા બતાવવામાં આવે છે. જેને જોઈને ઘણી વખત ફિલ્મોમાં બતાવવામાં આવે તે રીતે કેટલાક શખ્સો દ્વારા રાતોરાત રૂપિયા કમાવા માટે પ્લાન બનાવવામાં આવતા હોય છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં સરતનપર રોડ ઉપર આવેલ એક શખ્સે સેટમેક્સ સિરામીક નામના યુનિટના માલિકને ફોન કરીને તેને તેમજ તેના પરિવારને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. અને આ શખ્સે એક પાર્સલ મોકલાવ્યું હતું. જેમાં બોમ્બ જેવી દેખાતી વસ્તુ જોવા મળી હતી. જેથી કરીને પોલીસને આ બનવાની જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે બોમ્બ સ્કવોડની ટીમને બોલાવીને તપાસ કરી હતી. વાંકાનેર તાલુકા પોલીસેમાં હાર્દિક બળવંતભાઈ ઘોડાસરા (ઉંમર ૩૪) એ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે મૂભ ભોપાલના આરોપી જીતેન બાલારામસિંગ લોધીની ધરપકડ કરી છે.
શું બન્યું હતું
વાંકાનેર તાલુકા પોલીસે જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેની પ્રાથમિક પૂછપરછમાં તેને જણાવ્યુ છે કે, તેણે સાઉથની ફિલ્મો જોઈને ફિલ્મી ઢબે સિરામિક કારખાનાના માલિકને ધમકી આપી હતી. તેને ઝડપથી રૂપિયા મેળવવા હતા. જીતેને ડમી બોમ્બ બનાવ્યો હતો અને ગુરૂવારે તેને પાર્સલમાં પેક કરીને તે પાર્સલ સેટમેક્સ કારખાનાના સિક્યુરિટી ગાર્ડને આપી આવ્યો હતો અને માલિકને આપવાનું કહ્યું હતું. જેથી બોક્સને સિક્યુરિટી ગાર્ડે ઓફિસમાં આપ્યુ હતું. ત્યારે કારખાનાના માલિક વિનુભાઈ ભાડજાનો ભત્રીજો ઓફિસમાં હતો અને તેણે બોક્સ ખોલ્યું હતું. બોક્સ ખોલતા જ તે ચોંકી ગયો હતો. બોક્સની અંદર ઈલેક્ટ્રીક વાયર તેમજ બેટરી જેવી વસ્તુઓ જોવા મળી હતી. આ વસ્તુ બોમ્બ જેવી દેખાતી હતી. તેથી આ વિશે તાત્કાલિક પોલીસે જાણ કરાઈ હતી. બોમ્બ સ્ક્વોડની ટીમે તપાસ કરતા તે ડમી બોમ્બ હોવાનું જણાવ્યુ હતું.
આ પણ વાંચો : એ દિવસો દૂર નથી જ્યારે રાજકોટમાં સિંહો ફરતા દેખાશે, શહેરની હદ સુધી પહોંચ્યા સાવજ
જિતેને બનાવ્યો હતો ડમી બોમ્બ
વાંકાનેર તાલુકાનાં સરતાનપર રોડ ઉપર આવેલ સેટમેક્સ સિરામીક નામના કારખાનામાં ગુરૂવારે શંકાસ્પદ પાર્સલ આવ્યું હતું તેમાં ડમી બોમ્બ હતો. જો કે આ બોમ્બ બનાવવા માટે આરોપીએ વાંકાનેરમાથી જ બેટરી, ટાઈમર, કાગળ અને માર્કર પેન લીધી હતી. તેના દ્વારા ડમી બોમ્બ બનાવ્યો હતો. જેને બોક્સમાં પેક કરીને સિરામિકના કારખાને તે આપી આવ્યો હતો અને બાદમાં તેને ફોન કરીને ફરિયાદી હાર્દિક તેમજ તેના પરિવારજનો અને કારખાનાને ઉડાવી દેવાની ધમકી આપી હતી. આરોપીએ તેના મિત્ર રઘુનાથ બીરોલીના નામથી સિમ કાર્ડ લીધું હતું અને તે કાર્ડને એક્ટિવ કરીને કારખાનેદારને ધમકી આપી હતી. જો કે, પોલીસે ટેકનિકલ રીતે તપાસ કરીને હાલમાં આરોપીની ધરપકડ કરી છે.
સિરામિકના કારખાનામાં બોક્સ આપવા ગયેલા શખ્સે ફોન કર્યો હતો, તે ચેક કરીને પોલીસે ફોન નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં આરોપી પકડાયો હતો. ઉલ્લેખનીય છે કે, ટીવી તેમજ ફિલ્મો જોઈને કરવામાં આવતા ગુનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. વેબસીરિઝમાં જે રીતે ક્રાઈમ બતાવવામાં આવી રહ્યા છે તેની ગંભીર અસર પણ સમાજ પર પડે છે.
આ પણ વાંચો : ‘સોમવારે આખા ગુજરાતમાં ગેસ પુરવઠો ખોરવાશે’ આ મેસેજ તમારા મોબાઈલમાં આવ્યો હોય તો ચેતી જજો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે