ખેડૂતો માટે આજીવન સંઘર્ષ કરનારા જીવણદાદાનું નિધન, CM રૂપાણીએ શિશ ઝૂકાવી નમન કર્યું
Trending Photos
- જીવણભાઈ પટેલ કિસાન સંઘના પાયાના કાર્યકર્તા હતા
- તેમણે ગામડેગામડે જઈને ખેડૂતોને જગાવ્યા હતા
- ખેડૂત પુત્ર હોવાથી ખેડૂતો પ્રત્યે અખંડ લાગણી હતી
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં કિસાન સંઘની સ્થાપના કરનારા જીવણભાઈ પટેલનું નિધન થયું છે. ખેડૂતો માટે આજીવન સંઘર્ષ કરનારા તેમજ તેમના હક માટે લડનારા અને જીવણદાદાના હુલામણા નામથી ઓળખતા જીવણ પટેલનું આજે 86 વર્ષની ઉંમરે UN મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. કોરોનાને માત આપ્યા બાદ ગઈ કાલે ફરી તેમની તબિયત લથડી હતી. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીવણભાઈ પટેલને શ્રદ્ધાજલિ આપી હતી. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સંઘના વરિષ્ઠ નેતા જીવણભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
તો પીએમ મોદીએ પણ જીવણદાદાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, ભારતીય કિસાન સંઘના આગેવાન જીવણદાદાના અવસાનથી દુ:ખ થયું. ખેડૂતોના ઉત્કર્ષ અને કલ્યાણ માટે સતત ચાર દસકા કરતા વધુ સમયથી સક્રિય તેઓએ ગુજરાતના ખૂણે ખૂણાનો પ્રવાસ કર્યો હતો. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ.....
મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
જીવણભાઈ પટેલ ખેડૂત નેતાની સાથે સંઘના વરિષ્ઠ કાર્યકર્તા પણ હતા. તેઓ કિસાન સંઘના સ્થાપકોમાંના એક હતા. આજે કિસાન સંઘ કાર્યાલય પર જીવણદાદાના નશ્વર દેહને લાવવામાં આવ્યા હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે તેમના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રદ્ધાંજલિ આપીને વિજય રૂપાણીએ કહ્યું કે, આદરણીય જીવનદાદા તેમના દુઃખદ અવસાનથી એક સંનિષ્ઠ નિષ્ઠાવાન ખેડૂત આગેવાન ગુમાવ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અદના કાર્યકર તરીકે માતૃભૂમિ માટે દેશ માટે લગભગ જીવન સમર્પિત અને અને ભૂતકાળમાં અને કિસાન સંઘ નવા મુકામ ઉપર લઈ જવાનું છે. જેમનો સખત પરિશ્રમ હતો. ખેડૂત સુખી-સંપન્ન બને એ માટે એમની પૂરી તાકાત કામે લગાવી હતી. ગુજરાતમાં જાહેર અને સામાજિક જીવનમાં મોટા નેતાની ખોટ પડી છે. જીવણ દાદાને શ્રદ્ધાંજલિ આપીશું. ભગવાન એમના આત્માને શાંતિ આપે અને પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે.
આ પણ વાંચો : માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM અને રાહુલ ગાંધીએ દુ:ખ વ્યક્ત કર્યું
કિસાન સંઘના પાયામાં જીવણ દાદા હતા
કિસાન સંઘના અધ્યક્ષ અંબુભાઈ પટેલે તેમના નિધન પર કહ્યું કે, જીવણભાઈ પટેલ પાયાના કાર્યકર્તા હતા. તેમણે ગામડેગામડે જઈને ખેડૂતોને જગાવ્યા હતા. ખેડૂત પુત્ર હોવાથી ખેડૂતો પ્રત્યે અખંડ લાગણી હતી. તેમના જવાથી કિસાન જગતને આઘાત લાગ્યો છે. આ ખોટને પૂરવા માટે સમય લાગશે. કૃષિ જગત તેમને સદાય માટે યાદ કરશે. ખેડૂત વચ્ચે રહી ખેડૂતો માટે જીવનના અંતિમ પળ સુધી કામમાં રહ્યા. તેઓ કાર્યાલયમાં જ રહેતા હતા. કાર્યાલયમાં તેમના પાર્થિવ દેને અંતિમ દર્શન માટે મૂકાયો છે. જીવણભાઈ પટેલ એ આખી જિંદગી ખેડૂતો માટે કામ કર્યું છે. કિસાન સંઘના પાયામાં જીવણ દાદા હતા. તેમની કામગીરીને યાદ કરીને આજે કિસાન સંઘને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં સ્મશાન સંસ્કાર ખાતે સાંજે ચાર વાગ્યે કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે