ગુજરાતમાં નવરાત્રીના દિવસે માતાજી રથ લઇને નિકળ્યાં કે પછી એલિયન પૃથ્વી પર આવી ગયા?
સમગ્ર ગુજરાતમાં શનિવારે સાંજે 8 વાગ્યાની આસપાસ એક ચમકદાર જ્યોત ઝડપથી નીચે આવી રહી હોવાનું દેખાયું હતું. તેજસ્વી અગનગોળો આકાશમાંથી પૃથ્વી તરફ ઝડપથી આવી રહ્યો હતો. આ દ્રશ્ય જોઇને ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં ડર, શ્રદ્ધા અને કુતુહલ મિશ્રિત લાગણીઓ જોવા મળી હતી. કેટલાક લોકો નવરાત્રી ચાલી રહી હોવાનાં કારણે માતાજી રથ લઇને નિકળ્યાં તેવું કહીને દર્શન કરવા લાગ્યાહ તાઅને પૃથ્વી પર દંડવત થઇને જ્યોતના દર્શન કરવા લાગ્યા હતા.
Trending Photos
અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં શનિવારે સાંજે 8 વાગ્યાની આસપાસ એક ચમકદાર જ્યોત ઝડપથી નીચે આવી રહી હોવાનું દેખાયું હતું. તેજસ્વી અગનગોળો આકાશમાંથી પૃથ્વી તરફ ઝડપથી આવી રહ્યો હતો. આ દ્રશ્ય જોઇને ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં ડર, શ્રદ્ધા અને કુતુહલ મિશ્રિત લાગણીઓ જોવા મળી હતી. કેટલાક લોકો નવરાત્રી ચાલી રહી હોવાનાં કારણે માતાજી રથ લઇને નિકળ્યાં તેવું કહીને દર્શન કરવા લાગ્યાહ તાઅને પૃથ્વી પર દંડવત થઇને જ્યોતના દર્શન કરવા લાગ્યા હતા.
કેટલાક લોકો દ્વારા આ સ્પેસ શિપ હોવાનું કહીને ડરનો માહોલ પેદા થાય તેવું કરવા લાગ્યા હતા. જ્યારે નિષ્ણાંતોના મતે આ ખરતો વિશાળ તારો અથવા તો ઉલ્કાપીંડ હોઇ શકે છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આ વસ્તું જોવા મળી હતી. જો કે આ વસ્તુ શું હતી તે અંગે હજી સુધી ચોક્કસ અને સ્પષ્ટ માહિતી મળી શકી નથી. આ ઉપરાંત આ વસ્તું ગુજરાતના કયા વિસ્તારમાં પડી તે અંગે પણ કોઇ સ્પષ્ટ માહિતી મળી નથી. લગભગ દરેક લોકો કે જેણે આ અગનગોળો જોયો તેમનું અનુમાન છે કે, તેમનાથી 5 કિલોમીટરના વિસ્તારમાં આ વસ્તું પડી હોઇ શકે છે.
જો કે હાલ તો ધાર્મિક લોકોમાં ધાર્મિક ઉન્માદ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વૈજ્ઞાનિકો આ વસ્તું ક્યાં પડી તેના આધારે સંશોધનમાં રસ છે. તો જે લોકો એલિયનનો દાવો કરી રહ્યા છે તેઓ હવાલો ટાંકી રહ્યા છે કે, એલિયનની બોડી ક્વિન્સલેન્ડમાં મળી ચુકી છે અને આ ઉપરાંત મહિના પહેલા સિડનીમાં પણ જોવા મળી હતી. જેથી આ વસ્તું એલિયન જ હોઇ શકે તેવો દાવો કરી રહ્યા છે. તેવામાં હવે તે વસ્તું મળ્યા બાદ જ સાચીમાહિતી મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે