BIG BREAKING: અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર એક ભયાનક ત્રિપલ અકસ્માત, એક સાથે 32 ઘાયલ
અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર એક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. ખાનગી વૃંદાવન ટ્રાવેલ્સની બસ બ્રેક ફેલ થતાં પલટી મારી ગઈ હતી. એક તરફ ઊંડી ખીણ હોવાથી ડ્રાઈવરે મુસાફરોને રોંગ સાઈડમાં પલ્ટી મારી હતી. બ્રેક ફેલ થયેલી લકઝરી બસે બીજી બે ગાડીઓને અડફેટે લીધી હતી.
Trending Photos
Triple accident Trishulia Gorge Ambaji: બનાસકાંઠાના અંબાજી નજીક આવેલી ત્રિશુલિયા ઘાટી પર આજે એક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. એક લક્ઝરી બસ, કાર અને જીપ વચ્ચે થયેલા અકસ્માતમાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત મુસાફરોને તાકીદે સારવાર માટે ખસેડાયા હતા. અલ્ટો અને બોલેરોમાં કુલ 6 લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોનો આંકડો મોટો હોવાથી 6 ઈજાગ્રસ્તોને પાલનપુર રિફર કરાયા છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને દાંતાની રેફરફ હૉસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર એક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. ખાનગી વૃંદાવન ટ્રાવેલ્સની બસ બ્રેક ફેલ થતાં પલટી મારી ગઈ હતી. એક તરફ ઊંડી ખીણ હોવાથી ડ્રાઈવરે મુસાફરોને રોંગ સાઈડમાં પલ્ટી મારી હતી. બ્રેક ફેલ થયેલી લકઝરી બસે બીજી બે ગાડીઓને અડફેટે લીધી હતી. અલ્ટો અને બોલેરો કારને ટક્કર મારતાં બંને ગાડીઓ પલ્ટી મારી ગઈ હતી. જેમાં લકઝરી બસે 1 બોલેરો, 1 અલ્ટો અને 2 બાઈકને અડફેટે લીધા હતા.
ઘટનાની જાણ થતાં તાત્કાલિક 4 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે દાંતા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવારની જરૂરિયાત ધરાવતા 6 ગંભીર ઈજાગ્રસ્તોને પાલનપુર ખાતે રીફર કરવામાં આવ્યા છે. હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
કચ્છના અંજારની ટ્રાવેલ્સ અંબાજીથી દર્શન કરી પરત થઈ રહી હતી. પરંતુ ત્રિશૂળિયા ઘાટ પર બ્રેક ફેલ થતાં 2 ગાડીઓનો કચરઘાણ કાઢ્યો હતો. બસમાં 20થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ થઇ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. ઇજાગ્રસ્ત મુસાફરોને તાકીદે સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે અલ્ટો અને બોલેરોમાં કુલ 6 ઘાયલ થયા હતા. 6 ઈજાગ્રસ્તોને પાલનપુર રિફર કરાયા હતા. તમામ ઈજાગ્રસ્તોને દાંતાની રેફરફ હૉસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, અંબાજીનો ત્રિશુલિયા ઘાટ અકસ્માતનું હૉટસ્પૉટ માનવામાં આવે છે. ગત 7 ઓક્ટોબરે પણ અહીં મોટો અકસ્માત થયો હતો, જેમાં 4 લોકોના મોત નિપજ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે