ધોરણ. 5 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું રહસ્યમય સંજોગોમાં મોત, ફોન પર વાત કરતા પકડયા બાદ ભર્યું આ પગલું...

મૂળ બિહારના વતની અને હાલમાં કવાસગામ ખાતે રહેતા પરિવારમાં ૧૩ વર્ષીય દીકરી ધો. ૫ માં અભ્યાસ કરતી હતી. દીકરી કોઈ સાથે ફોન પર વાત કરતા પકડાઈ હતી જેને લઈને પરિવારે ઠપકો આપ્યો હતો. આ ઠપકાનું તેણીને માઠું લાગી આવતા તેણીએ દવા પી લીધી હતી.

ધોરણ. 5 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું રહસ્યમય સંજોગોમાં મોત, ફોન પર વાત કરતા પકડયા બાદ ભર્યું આ પગલું...

ચેતન પટેલ/સુરત: શહેરમાં ધો.5 માં અભ્યાસ કરતી 13 વર્ષીય દીકરીનું રહસ્મય સંજોગોમાં મોત થયું છે. વિદ્યાર્થીનીને ફોન પર કોઈ સાથ વાત કરતા પકડાયા બાદ પરિવારે ઠપકો આપતા તેણીએ દવા પી લીધી હતી. જેથી તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી અને ત્યાંથી સ્વસ્થ થયા બાદ ઘરે આવ્યા બાદ તેની તબિયત વધુ લથડી હતી જેને લઈને તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં તેણીનું મોત નીપજ્યું છે. વિદ્યાર્થીના મોતનું કારણ જાણવા પીએમ કરાવવામાં આવ્યું છે, અને પીએમ રિર્પોટ બાદ વિદ્યાર્થીનીના મોતનું કારણ સામે આવશે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મૂળ બિહારના વતની અને હાલમાં કવાસગામ ખાતે રહેતા પરિવારમાં ૧૩ વર્ષીય દીકરી ધો. ૫ માં અભ્યાસ કરતી હતી. દીકરી કોઈ સાથે ફોન પર વાત કરતા પકડાઈ હતી જેને લઈને પરિવારે ઠપકો આપ્યો હતો. આ ઠપકાનું તેણીને માઠું લાગી આવતા તેણીએ દવા પી લીધી હતી. જેથી તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 

હોસ્પિટલમાં સારવાર બાદ દીકરી સ્વસ્થ થતા તે ઘરે પરત આવી હતી. દરમ્યાન પરિવારના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી તેણીને તાવ આવતો હોવાથી તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ આવવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. 

મોતનું કારણ જાણવા પીએમ કરાવવામાં આવ્યું હતું. પીએમ રીપોર્ટ બાદ વિધાર્થીનીના મોતનું કારણ સામે આવશે. આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. વધુમાં દીકરીના પિતા જેસીબીના ડ્રાઈવર તરીકે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news