સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નજીક ટેન્ટ સિટીના ગોડાઉનમાં આગ, સામાન બળીને ખાખ

કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી છે. જેનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ટેન્ટ સિટીના ગોડાઉનમાં વહેલી સવારે લગભગ 3 વાગ્યે આગ લાગી હતી.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નજીક ટેન્ટ સિટીના ગોડાઉનમાં આગ, સામાન બળીને ખાખ

જયેશ દોશી, નર્મદા: કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક આવેલા ટેન્ટ સિટીના ગોડાઉનમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે ટેન્ટ સિટીમાં આગ લાગ્યાની જાણ થતા પ્રવાસીઓમાં દોડધામ મચી ગઇ હતી. ગોડાઉનમાં આગ લાગવાથી બધો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. જોકે સદનસીબે ટેન્ટ સિટીમાં આગ ફેલાઇ નહોતી. જેથી કોઇ જાનહાની સર્જાઇ ન હતી.

કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી છે. જેનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ટેન્ટ સિટીના ગોડાઉનમાં વહેલી સવારે લગભગ 3 વાગ્યે આગ લાગી હતી. જો કે, આ ઘટનાની જાણ થતા નર્મદા નિગમ અને વીજ કંપનીના ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચી ગયા હતા. અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

ભારે જહેમત બાદ ફાયર ફાઇટર ટીમે આગ પર કામૂ મેળવ્યો હતો. ત્યાર બાદ પ્રર્યટકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ટેન્ટ સિટીના ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી હતી તેની જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે અને જ્યારે ગોડાઉન બંધ હતું તે સમયે આ આગ લાગી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news