સુરતમાં રમતા બાળકને ગાડી કચડીને જતી રહી, માસુમ બાળકની આંખો બે જીવનમાં રોશની લાવશે
Trending Photos
સુરત : શહેરના સિટીલાઇટના સૂર્યપ્રકાશ રેસિડેન્સી કેમ્પસમાં અજાણ્યા વાહન ચાલકની અડફેટે સાડાત્રણ વર્ષનું માસુક બાળક કચડાયું હતું. આ ઘટનાને કારણે ભારે ચકચાર મચી હતી. ગુરૂવારે મોડી સાંજે બનેલી ઘટના બાદ માસુમના મૃતદેહને જોઇને પરિવારમાં ભારે શોક જોવા મળ્યો હતો. પીડિત બાળકના પિતાએ જણાવ્યું કે, અમે દીકરો ગુમાવ્યો છે, પણ તેની આંખો થકી કોઇ એક વ્યક્તિમાં જીવીત રહેશે. તેમ કહીને સાડા ત્રણ વર્ષની બાળકની આંખો પણ ડોનેટ કરી હતી. મૃતક બાળકની આંખો લોક દ્રષ્ટી ચક્ષુ બેંકે સ્વિકારી હતી. ડો પ્રફુલ શિરોયાએ જણાવ્યું કે, બાળકોની આંખો ભાગ્યે જ દાનમાં આવતી હોય છે. આ બાળકની બે આંખો બે જીવનમાં અજવાળુ પાથરશે.
આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર ગુરૂવારે સાંજે બની હતી. માસુમ સેવર કોમ્પ્લેક્સમાં કંપાઉન્ડમાં બાળકો સાથે રમતો હતો. ત્યાર બાદ કોઇ સફેદ કલરની કાર બાળકને કચડીને ભાગી ગઇ હતી. બાળકોની બુમાબુમ બાદ સોસાયટીના લોકો એકત્ર થયા હતા. લોકો સેવરને લોહીના ખાબોચિયામાં જોઇને ધ્રૂજી ગયા હતા. તત્કાલ જાણ કરતા સમગ્ર પરિવાર દોડીને કેમ્પસમાં આવી ગયો હતો. લોકો બાળકને લોહીના ખાબોચીયામાં જોઇને ધ્રુજી ગયા હતા. બાળકને તત્કાલ નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જો કે તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. જાણે પરિવાર પર જાણે આભ તુટી પડ્યું હતું.
સંદીપ જૈન રાજસ્થાનના રહેવાસી છે અને કપડાના વેપારી છે. 15 વર્ષથી સુરતાં રહે છે. ત્રણ સંતાનમાં સાડાત્રણ વર્ષનો સેવર સૌથી નાનો દિકરો હતો. માસુમ સેવરને કચડનાર બાળક કચડનાર કાર ચાલક CCTV માં કેદ થયો હતો. બાળકની આંખો ડોનેટ કરાયા બાદ તેનું પોસ્ટમોર્ટમ કરીને તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, કોઇ પણ વાલી બાળકોની આંખો ડોનેટ કરવા માટે તૈયાર નથી હોતા. સાડાત્રણ વર્ષના બાળકની આંખો ડોનેટનો સુરતમાં પ્રથમ કિસ્સો છે તેમ કહી શકાય. 65 ટકા આંખો સિનિયર સિટીઝની હોય છે. 80 વર્ષનાં લોકોની ડોનેટ થયેલી આંખો 3 ટકા જ કામ આવતી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે