ખાખી પર ભ્રષ્ટાચારનો મોટો ડાઘ! અશાંતધારા મિલકત સામે ધારાસભ્ય અરવિંદ રાણાનો ગંભીર આક્ષેપ

અરવિંદ રાણાએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં કમિશનર કચેરીએ યોજાયેલી સંકલન મીટીંગમાં અશાંતધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો. હિન્દુ પરિવારે વિધર્મી પરિવારના નામે મિલકત તબદીલ કરવા માટે પોલીસનો અભિપ્રાયના આધારે કલેક્ટર નિર્ણય લેતા હોય છે.

ખાખી પર ભ્રષ્ટાચારનો મોટો ડાઘ! અશાંતધારા મિલકત સામે ધારાસભ્ય અરવિંદ રાણાનો ગંભીર આક્ષેપ

પ્રશાંત ઢીવરે/સુરત: સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ અશાંતધારા મિલકત સામે પોલીસ દ્વારા ભ્રષ્ટાચાર કરાતા હોવાનો ગંભીર આરોપ પોલીસ કમિશનરને સંકલન બેઠકમાં લગાવ્યો હતો. પૂર્વ વિધાનસભામાં આવતા પાંચ પોલીસ મથકના અશાંતધારા વિસ્તારોમાં સ્થાનિક લોકોનો વિરોધ હોવા છતાં પોલીસ અધિકારીઓ દ્વારા હિન્દુ વિસ્તારોમાં વિધર્મીઓને મિલકત તબદિલ કરવા હકારાત્મક અભિગમ દાખવવામાં આવે છે. જેને લઇ કલેકટર તેને યોગ્ય માની મિલકત વેચાણ કરાર થઈ જાય છે. અત્યારે કલેક્ટરની આ વાત સાંભળી પોલીસ કમિશનર પણ ચોકી ઉઠ્યા હતા અને તાત્કાલિક આદેશ જાહેર કર્યો હતો. જેમાં પોલીસ અને મામલતદાર સાથે જગ્યાનું નિરીક્ષણ કરી રિપોર્ટ રજૂ કરાશે તો જ માન્ય ગણાશે તે જણાવ્યું હતું. 

અરવિંદ રાણાએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં કમિશનર કચેરીએ યોજાયેલી સંકલન મીટીંગમાં અશાંતધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો. હિન્દુ પરિવારે વિધર્મી પરિવારના નામે મિલકત તબદીલ કરવા માટે પોલીસનો અભિપ્રાયના આધારે કલેક્ટર નિર્ણય લેતા હોય છે. આમા ખુબ મોટો ભ્રષ્ટાચાર આદરી પોલીસ દ્વારા હકારાત્મક અભિપ્રાય અપાતા હોવાના આક્ષેપો કરાયા હતા. 

ધારાસભ્યએ કરેલી રજૂઆતમાં તેઓએ છેલ્લા ત્રણ વર્ષમાં અશાંત ધારા મુદ્દે રજૂ થયેલી અરજીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં વર્ષ ૨૦૨૨માં ૧૮૬ મિલકતમાંથી ૧૩૨ મિલકતમાં અને વર્ષ ૨૦૨૩માં ૬૪૮ પૈકી ૪૨૮ અને વર્ષ ૨૦૨૪માં ૬૮ મિલકતોમાં પોલીસ દ્વારા મિલકત તબદીલી માટે હકારાત્મક અભિપ્રાય અપાયો હોવાની વાત થતા સંકલન સમિતિમાં હાજર પોલીસ કિમશનર પણ ચોંકી ઉઠયા હતા. 

ધારાસભ્ય અરવિંદ રાણા એ દ્વારા રજૂઆત કરાઈ હતી કે, ૧૫૯-સુરત-પૂર્વ વિધાનસભામાં મત વિસ્તારમાં આવતા પાંચ પોલીસ મથક સલાબતપુરા, અઠવા, મહિધરપુરા, લાલગેટ, ચોકબજારમાં વિસ્તારો આવે છે અને પૂર્વ વિધાનસભાનો સો ટકા વિસ્તાર આસનધારામાં સમાયેલો છે. આવા અશાંત ધારાના હિન્દુ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા મિલકત તબદીલી બહુ મોટા પ્રમાણમાં કરાય રહેલી છે. સ્થાનિક લોકોનો વિરોધ હોવા છતાં લોકોને સાંભળવામાં આવતા નથી અને પોલીસના અધિકારી દ્વારા એકતરફી હિન્દુ વિસ્તારમાં વિધર્મી દ્વારા મિલકત તબદીલી માટેનો કલેકટરને હકારાત્મક અભિગમ આપી દેવામાં આવી રહ્યો છે. જેને લઇ આવી ગંભીર પરિસ્થિતિ અને બહુમતી હિન્દુ પરાપર્વથી શાંતીથી રહેવા માંગતા પરિવારોમાં અસલામતીની ભાવના ઊભી થાય છે.

આ વાત સાંભળતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ચોકી ઉઠ્યા હતા અને સંકલન સમિતિમાં જ આગામી દિવસોમાં અશાંત ધારા વિસ્તારોમાં પોલીસ અધિકારી અને મામલતદાર સાથે મળી જગ્યાનું નિરીક્ષણ કરી રિપોર્ટ રજૂ કરશે તો જ માન્ય ગણાશે તેવું ફરમાન કર્યું હતું. જ્યારે અગાઉની અરજીઓ બાબતે ધારાસભ્ય રાજ્ય સરકારને ફરિયાદ કરી કાયદેસર પગલાં ભરવા રજૂઆત કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news