વિદેશનો શોખ ફરી ગુજરાતીઓને ભારે પડ્યો! આ રીતે આણંદના બે યુવકો સાથે લાખોની ઠગાઈ
કૃણાલ પટેલે બિલિમોરામાં પણ વિદેશ મોકલવાનાં બહાને ઠગાઈ આચરી હોઈ બિલિમોરા પોલીસ મથકે પણ તેની વિરદ્ધ ઠગાઈનો ગુનો નોંધાતા બિલિમોરા પોલીસે કૃણાલ પટેલનો બિલિમોરા પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી આણંદ લાવી તેની ધરપકડ કરી હતી.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: આણંદ શહેરમાં આવેલ વૈભવ કોમર્શિયલ કોમ્પ્લેક્ક્ષમાં કેન્ડીડ વિઝા કન્સલ્ટન્સી નામની ઓફિસ ખોલી નડીયાદનાં બે યુવકોને ઓસ્ટ્રેલિયા ખાતે વર્ક વીઝા પરમીટ લઈ આપવાને બહાને રૂપિયા 30.10 લાખ લીધા બાદ ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા પરમીટ નહીં અપાવી ઓસ્ટ્રેલિયા ગવર્મેન્ટના હેડિંગવાળો બોગસ વિઝા લેટર બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી આચરી ફરાર થઈ ગયેલા આરોપીને આણંદ ટાઉન પોલીસે ધરપકડ કરી પુછપરછ કરતા તેણે એક અન્ય વ્યકિત સાથે પણ ઠગાઈ કરી હોવાનું ખુલ્યું હતું.
નડીયાદનાં લતીફભાઈ સલીમભાઈ નડીયાદમાં જનતા ડ્રેસીસ નામની રેડીમેઈડ કપડાની દુકાન ચલાવે છે. તેમનો ભાણો સમીર અબ્દુલ વાહિદ વ્હોરા ને વિદેશ જવા ઈચ્છુક હોવાથી તેઓ તેને વિદેશ મોકલવા માટે 23 ઓગષ્ટ 2023નાં રોજ મિત્ર તન્વેશ કુમાર ઉર્ફે ટી.સી. ચંદ્રકાંત ભાવસાર મારફતે આણંદ શહેરમાં ગ્રીડ ચોકડી પાસે આવેલ વૈભવ કોમર્શિયલ કોમ્પલેસમાં આવેલ કેન્ડીડ વિઝા કન્સલ્ટન્સી નામની ઓફિસમાં લતીફભાઈનાં ભાણા સમીર અને મિત્ર સફીભાઈનાં પુત્ર સાહીદને વિદેશ મોકલવા માટે સંપર્ક કર્યો હતો. જયાં નાવલીનો પ્રિતેશ મુકેશભાઈ પટેલ અને સારસાનાં કૃણાલ હસમુખ પટેલએ વિદેશનાં વિઝા સહીતની કામગીરી માટે 15થી 20 લાખ રૂપિયા ખર્ચ થશે, તેમ જણાવેલ અને પૈસા મળ્યા બાદ બે માસમાં વિઝા અને વર્ક પરમીટ મળી જશે તેમ જણાવ્યું હતું.
લતીફભાઈ અને સફીભાઈએ વિશ્વાસ મુકીને અલગ અલગ રીતે આરટીજીએસથી કૃણાલને 30.10 લાખની રકમ ચુકવવા છતાં વિઝા કે વર્ક પરમીટ અપાવી ન હતી અને સમીરનાં વિઝા અને વર્કપરમિટ અંગે ઓસ્ટ્રેલિયા ગર્વમેન્ટનાં હેડીંગ વાળો બોગસ વિઝાલેટર બનાવી આપ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા મોકલવા માટે વાયદાઓ કરતો હતો. ત્યારબાદ કુણાલ પટેલએ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દેતા લતીફભાઈએ સારસા ગામમાં જઈ કૃણાલનાં ધરે પણ તપાસ કરવા છતાં કૃણાલનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી લતીફભાઈએ આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે છેતરપીંડી અને વિશ્વાસધાતનો ગુનો નોંધ્યો હતો.
કૃણાલ પટેલે બિલિમોરામાં પણ વિદેશ મોકલવાનાં બહાને ઠગાઈ આચરી હોઈ બિલિમોરા પોલીસ મથકે પણ તેની વિરદ્ધ ઠગાઈનો ગુનો નોંધાતા બિલિમોરા પોલીસે કૃણાલ પટેલનો બિલિમોરા પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી આણંદ લાવી તેની ધરપકડ કરી હતી.
આણંદ ટાઉન પોલીસે પુછપરછ કરતા કૃણાલ પટેલએ અન્ય એક વ્યકિતને પણ વિદેશ મોકલવાનાં બહાને ઠગાઈ કરી હોવાનું ખુલતા પોલીસે વધુ એક ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. જયારે નાયબ પોલીસ અધિક્ષક જે.એન પંચાલએ કૃણાલ પટેલએ જે લોકો સાથે વિદેશ મોકલવાનાં બહાને છેતરપિંડી કરી હોય તેઓએ આણંદ ટાઉન પોલીસ મથકનો સંપર્ક સાધવા અપીલ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે