દિવાળી પહેલા સરકારની મોટી જાહેરાત, ધોરણ 1થી 8ના કુલ 13800 શિક્ષકોની થશે ભરતી

રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષકોની ભરતી અંગે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં કુલ 13800 શિક્ષકોની ભરતી કરાશે. 

   દિવાળી પહેલા સરકારની મોટી જાહેરાત, ધોરણ 1થી 8ના કુલ 13800 શિક્ષકોની થશે ભરતી

ગાંધીનગરઃ શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક્સ પર પોસ્ટ કરી દિવાળી પહેલા મોટા સમાચાર આપ્યા છે. સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8ના કુલ 13800 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ સિવાય પ્રાથમિક શિક્ષકોની રજુઆતને લઈ જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન પણ આગામી સમયમાં કરવામાં આવશે. 

સરકારની મોટી જાહેરાત
રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8ના 13800 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ માટે સત્તાવાર નોટિફિકેશન 1 નવેમ્બર 2024ના જાહેર થશે. એટલે કે નવા વર્ષ પહેલાં સરકાર શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહેલાં ઉમેદવારોને મોટી ભેટ આપશે. 

👉🏻સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫, ધોરણ ૬ થી ૮ અને અન્ય માધ્યમના કુલ મળીને 13800 શિક્ષકો ની ભરતી તા. 01/11/2024ના રોજ જાહેર કરવામાં આવશે.

👉🏻પ્રાથમિક…

— Dr. Kuber Dindor (@kuberdindor) October 29, 2024

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક્સ પર કહ્યું કે, શિક્ષકોની ભરતી સિવાય જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન પણ આગામી સમયમાં કરવામાં આવશે. આ બદલી કેમ્પનું આયોજન ક્યારે થશે તેની તારીખ હવે જાહેર કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news