ગુજરાતની 'આર્યરમેન' લેડી! 46 વર્ષીય મહિલા ડોક્ટરે સૌથી કઠિન ગણાતા રસ્તા પર કર્યું સાઈકલિંગ
46 વર્ષની ઉંમરમાં જ્યારે મહિલાઓ મોનોપોઝ, ડિપ્રેશન અને અન્ય સમસ્યાઓમાંથી પસાર થાય છે ત્યારે આવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે મહિલાઓને જાગૃત કરવાના હેતુથી સુરતની મહિલા ડોક્ટર હેતલ તમાકુવાલા એ એક ચેલેન્જ સ્વીકાર કરી હતી.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરત 46 વર્ષીય મહીલા તબીબ લેહથી ખાર કુંડલા સુધી 18500 ફીટની ઊંચાઈ પર સાઇકલિંગ કરીને પહોંચી હતી. ઓફ રોડમાં ઓક્સિજનની ભારી અછત વચ્ચે તેઓએ સાતથી આઠ કલાક સાઇકલિંગ કરી આ અંતરને પૂરું કર્યું હતું. આમ તો તેઓએ આ સાઇકલિંગ મનાલીથી શરૂ કરી હતી. પરંતુ સૌથી કઠિન ગણાતા આ અંતરને તેઓએ આ ઉંમરે પૂર્ણ કર્યું હતું.
46 વર્ષની ઉંમરમાં જ્યારે મહિલાઓ મોનોપોઝ, ડિપ્રેશન અને અન્ય સમસ્યાઓમાંથી પસાર થાય છે ત્યારે આવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે મહિલાઓને જાગૃત કરવાના હેતુથી સુરતની મહિલા ડોક્ટર હેતલ તમાકુવાલા એ એક ચેલેન્જ સ્વીકાર કરી હતી. આ ચેલેન્જમાં તેઓએ મનાલીથી લેહ સુધી સાઇકલિંગ કરીને પહોંચ્યા હતા. દસ દિવસની આ યાત્રામાં તેઓ અનેક મુશ્કેલીઓથી પસાર થયા હતા. એક બાજુ હીટ વેવ તો બીજી બાજુ ઓક્સિજનની ભારે અછત પરંતુ તેઓએ સતત 40 થી 80 કિલોમીટર રોજ સાયક્લિંગ કરીને આ મુશ્કેલ યાત્રા પૂર્ણ કરી હતી. સૌથી મહત્વની વાત એ છે કે તેઓએ સાઇકલિંગ કરી સૌથી મુશ્કેલ ગણાતા લેહથી ખારડુંગલા જે 18500 કિલોમીટર ઊંચાઇ પર છે ત્યાં ઓક્સિજનની ભારે અછત વચ્ચે સાઇકલિંગ કરીને પહોંચ્યા હતા.
અગાઉ ડોક્ટર હેતલ તમાકુવાલા આર્યન વુમન તરીકે પણ ગુજરાતમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી ચૂક્યા છે. તેઓ સંપૂર્ણ આયર્ન મેન ટ્રાયથ્લોન પૂર્ણ કરનાર પ્રથમ ગુજરાતી મહિલા છે. જેમાં તેઓ સમુદ્રમાં 3.8 કિલોમીટર, તરવું, 180 કિલોમીટર સાયકલ તેમજ 42 કિલોમીટરની દોડ પૂરી કરી ચૂકી છે. તેઓ અગાઉ મહત્વના ટ્રાયથ્લોન પૂર્ણ કરી ચૂક્યા છે.
ડોક્ટર હેતલ તમાકુવાળા એ જણાવ્યું હતું કે, 26 વર્ષ અને 21 વર્ષના મારા બે બાળકો છે. અત્યારે મેં એક ચેલેન્જ સ્વીકારી હતી જે મનાલી ટુ લેહ અને ત્યાંથી ખાર ડુંગલા સાઈકલિંગ કરવાની હતી. અને આ ચેલેન્જ મેં દસ દિવસમાં પૂર્ણ કરી છે. રોજે મે 40, 50 અને 80 કિમી સુધી સાયકલિંગ કરી છે. ત્યાં 50 ટકા રોડ કોંક્રિટ નથી. તમામ રોડ ઓફ રોડ છે ને મારા જીવનમાં પ્રથમવાર ઓફ રોડ સાઇકલિંગ કરી છે. ઘણી મુશ્કેલીઓ આવી ખાસ કરીને ઘાટાલુપ્સ જેમાં 21 કિમી નું 21 લૂપસ વાળું સિંગલ કાચા રસ્તા હોય છે. જ્યાં ટ્રક અને નોર્મલ વાહનો આગળ પાછળ જતા હોય છે.
વધુમાં તેઓએ કહ્યું હતું કે, સૌથી મુશ્કેલ લેહથી ખાર ડુંગલાની યાત્રા હતી. અત્યાર સુધી સુરતમાંથી કોઈ મહિલાએ સાઇકલથી આ યાત્રા કરી નથી. લેહમાં 11,500 ફિટની ઊંચાઈ હોય છે. ત્યાંથી ખાર ડુંગલા 18,500 ફીટ ઉપર પહોંચવાનું હોય છે. જે એક જ દિવસમાં 40 કિલોમીટર સાયકલિંગ કરીને પહોંચવાનું હોય છે. સામાન્ય રીતે હું ફ્લેટ રૂટ પર છ થી સાત કલાકમાં 10 કિલોમીટર સાયકલિંગ કરું છું. પરંતુ અહીં હાઈટ વધારે હોય છે અને ઓક્સિજનની અછત હોય છે અને લગાતાર ચડાણ હોવાના કારણે આ 40 કિલોમીટર જતા જતા સાતથી આઠ કલાક લાગી જાય છે. છેલ્લા ચારથી પાંચ કલાકમાં શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી હતી. દર અડધા અને એક કિલોમીટરના રેન્જમાં રોકાવું પડતું હતું.
સાથે તેઓએ જણાવ્યું હતું કે, આ ચેલેન્જ પાછળ મુખ્ય હેતુ છે કે, 45 વર્ષ બાદ મોટાભાગની મહિલાઓ મોનોપોઝના કારણે ડિપ્રેશન અને સાઇડ ઇફેક્ટની શિકાર બને છે. આ સમયગાળામાં અનેક સમસ્યાઓમાંથી મહિલાઓ પસાર થાય છે. હું તમામ મહિલાઓને એ જ જણાવવા માંગુ છું કે તમે તમારી મનગમતી પ્રવૃત્તિ પસંદ કરો , જેથી તમારા જીવનમાં ઉત્સાહ રહેશે રોજ સવારે ઊઠીને ધ્યેય નક્કી કરવાનો કે આજે કંઈક નવું કરવું છે અને કંઈક મેળવવું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે