જેતપુરમાં કચરો ઉપાડતી વાને 4 વર્ષના બાળકને કચડ્યોં, લાડકાનાં મોતથી માતા-પિતાને પથ્થર પિગાળે તેવું હૈયાફાટ રૂદન
Trending Photos
જેતપુર : નગરપાલિકાના ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટીપરવાન ઘરની બહાર રમતા 4 વર્ષના બાળકને કચડી નાખ્યો હતો. લોહીલુહાણ હાલતમાં માતા-પિતા સરકારી હોસ્પિટલે લઇ ગયા હતા. જો કે સારવાર દરમિયાન મોત નીપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. માતા પિતાના હૈયાફાટ વલોપાતથી હોસ્પિટલમાં પણ ગમગીની છવાઇ હતી. નાનકડા બાળકનાં મોતથી તેઓ ઘેરા આઘાતમાં સરી પડ્યાં હતા. એકના એક પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ હતી.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા કચરાના ડોર ટુ ડોર કલેક્શન માટે જામનગરની એક કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. શહેરના ખોડિયારનગર 1માં આ કંપનીના ડોર ટુ ડોર કચરો લેવા આવતા વાહનના ડ્રાઇવરે અભાનપણે વાહન ચલાવીને ઉત્તરપ્રદેશથી વિકાસભાઇ રાડાના એકના એકપુત્ર આરવને કચડી નાખ્યો હતો. આરવની ઉંમર માત્ર 4 વર્ષનો છે. જેથી તેને તત્કાલ સારવાર માટે શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું. જો કે ઘટના બાદ વાન ચાલક ફરાર થઇ ગયો હતો.
એકના એક પુત્રનું આકસ્મિક રીતે અવસાન થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. આ ઘટનાથી માતા પિતાએ આભ ફાડી નાખે તેવો આક્રંદ કર્યો હતો. આ વિસ્તારના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર નગરપાલિકા પાસે સ્પીડ બ્રેકરની માંગ કરી હતી. આ ડ્રાઇવર પહેલાથી જ બેફિકરાઇથી ડ્રાઇવિંગ કરતો હોવાનું સામે આવ્યું છે.
ડ્રાઇવરને અનેકવાર ઠપકો પણ આપ્યો હોવા છતા પોતાની મનમાની રીતે આ ચાલકે એક હસતા રમતા પરિવારને વિખેરી નાખ્યો હતો. નગરપાલિકાએ જવાબદાર કોન્ટ્રાક્ટર યોગ્ય શરતોનું પાલન નહી કરતો હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે. આ અંગેની ફરિયાદોને પણ ગણકારતા નથી. કોન્ટ્રાક્ટરે ટ્રેકરના પાટીયા બંધ કરી દીધા છે. ટ્રેકટરોના પાટિયા બંધ કવરાની પિનો નહી હોવાથી કપડાથી બાંધવામાં આવે છે. અધિકારીઓની મિલીભગતથી જ આ બધુ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે