ભયાનક બિમારીથી રીબાય છે ફૂલ જેવું બાળક! લાખો રૂપિયા છે ખર્ચો, શું કોઈ ભામાશા બચાવશે જીવ?

મહેસાણામાં 2 વર્ષના બાળકમાં GBS જેવો ભયાનક રોગ જોવા મળ્યો હતો. GBSના અંદાજીત અત્યાર સુધી ગુજરાતમાં 10 જેટલા કેસ જોવા હોવાનું જાણવા મળ્યું છે.

ભયાનક બિમારીથી રીબાય છે ફૂલ જેવું બાળક! લાખો રૂપિયા છે ખર્ચો, શું કોઈ ભામાશા બચાવશે જીવ?

તેજસ દવે/મહેસાણા: મહેસાણામાં 2 વર્ષના બાળકમાં GBS જેવો ભયાનક રોગ જોવા મળ્યો. GBSના અંદાજીત અત્યાર સુધી ગુજરાતમાં 10 જેટલા કેસ જોવા હોવાનું જાણવા મળ્યું છે. મહેસાણા જિલ્લામાં ઊંઝા તાલુકાના વણાગલા ગામમાં અક્ષ કુમાર વિજયભાઈ ચૌધરી નામના બાળકમાં જીબીએસ જેવો ભયાનક જોવા મળ્યો છે. જે બાળકને હાલ મહેસાણા ની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 

આ રોગ એક ભયાનક રોગ કહેવાય છે. આ બીમારીમાં બાળકને સૌથી કમરના નીચેના ભાગમાં પેરાલીસીસ થવાની શરૂઆત થાય છે. પછી તે ધીરે ધીરે ઉપરના ભાગમાં આવે છે અને પછી બાળક વેન્ટિલેટર રાખવાની ફરજ પડે છે. આ કેસમાં જો જલ્દી રિકવરી ના આવે તો તેને રિકવરી આવતા ત્રણથી છ મહિના લાગી જાય છે અને ખર્ચો પણ 15 થી 20 લાખ રૂપિયા સુધી થતો હોય છે. એ બીમારીમાં પોતાની ઇમ્યુનિટીજ નુકશાન પહોંચાડતી હોવાનું તબીબ જણાવી રહ્યા છે. 

આ બીમારી દેશમાં દર 2 લાખ બાળકોમાંથી 1 બાળકમાં જોવા મળતી હોવાનું પણ જણાવ્યું હતું. બાળકના પિતા ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને આ બાળક ની સારવારનો ખર્ચ લાખોમાં હોવાથી હાલ આ ખેડૂત પરિવાર પણ મુશ્કેલીમાં મુકાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news