Gas Relief Remedies: ગેસની તકલીફ દવા વિના તુરંત દુર થશે, ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 ઘરેલુ નુસખો

Gas Relief Remedies: જો તમારે તુરંત જ ગેસની સમસ્યાને દૂર કરવી હોય તો દવા લેવાને બદલે ઘરેલુ ઉપાય અપનાવો. કેટલાક ઘરેલુ ઉપાય કરવાથી ગેસની સમસ્યાથી રાહત મળે છે. 

Gas Relief Remedies: ગેસની તકલીફ દવા વિના તુરંત દુર થશે, ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 ઘરેલુ નુસખો

Gas Relief Remedies: ઘણી વખત વધારે પડતું ખાઈ લેવાના કારણે કે પછી પચવામાં ભારે હોય તેવી વસ્તુ ખાવાના કારણે પેટમાં ગેસની સમસ્યા થઈ જાય છે. જ્યારે ભોજનનું પાચન બરાબર ન થાય તેના કારણે ગેસ વધી જાય છે. કેટલાક લોકોને સવારના સમયે ગેસની સમસ્યા સતાવતી હોય છે. ગેસની તકલીફ હોય તો રોજના કામ કરવામાં પણ મુશ્કેલી પડે છે. સાથે જ પેટમાં દુખાવો અને બ્લોટિંગ પણ થવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમારે તુરંત જ ગેસની સમસ્યાને દૂર કરવી હોય તો દવા લેવાને બદલે ઘરેલુ ઉપાય અપનાવો. કેટલાક ઘરેલુ ઉપાય કરવાથી ગેસની સમસ્યાથી રાહત મળે છે. 

ગેસથી રાહત મેળવવાના ઉપાય 

જીરું 

પેટના ગેસની સમસ્યાને મટાડવા માટે જીરાનો ઉપયોગ કરી શકાય છે. જીરું પેટ માટે ખૂબ જ લાભકારક છે. જીરાને રાત્રે પાણીમાં પલાળી સવારે પાણીને ઉકાળીને ગાળીને પી જવું. તેનાથી ગેસથી આરામ મળે છે. 

અજમા 

ગેસ અને પેટ ફુલવા જેવી સમસ્યા હોય તો અજમાનો ઉપયોગ પણ કરી શકાય છે. અજમાની અંદર એન્ટી માઇક્રોબીયલ ગુણ હોય છે. જે ગેસને મટાડે છે. અજમાને પાણીમાં ઉકાળીને પાણી હૂંફાળું હોય ત્યારે તેનું સેવન કરવું. 

ધાણા 

સૂકા ધાણાનો ઉપયોગ રસોઈમાં પણ થતો હોય છે. આ ધાણાનો ઉપયોગ કરીને ગેસથી રાહત મેળવી શકાય છે. તેનાથી પાચન પણ સારું રહે છે. ધાણાને પાણીમાં પલાળીને તેનું સેવન કરી શકાય છે. 

વરીયાળી 

પાચન માટે વરિયાળી ખૂબ જ સારી છે. વરિયાળી પેટને ઠંડક પહોંચાડે છે અને સાથે જ ગેસ એસીડીટી પર મટાડે છે. વરીયાળીને જમ્યા પછી મુખવાસ તરીકે પણ ખાઈ શકાય છે અને તેને પાણીમાં પલાળીને પણ તેનું સેવન કરી શકાય છે. તેનાથી પેટમાં ગેસ થવાની સમસ્યા ઘટી જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news