દાંડી માર્ચ @ 91 વર્ષ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી કરાવશે દાંડી માર્ચનો પ્રારંભ

દાંડી માર્ચ @ 91 વર્ષ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી કરાવશે દાંડી માર્ચનો પ્રારંભ
  • કાર્યક્રમને લઈને ઐતિહાસિક દાંડી બ્રિજની નીચે સાફ સફાઈ શરૂ કરાઈ છે
  • દાંડી બ્રિજ નીચેથી વહી રહેલું ગંદુ પાણી ચોખ્ખુ કરવાની કવાયત હાથ ધરાઈ

અતુલ તિવારી/અમદાવાદ :આજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ ઓલ ઈન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સમાં હાજરી આપવા કેવડિયા પહોંચ્યા છે. ત્યારે આ વચ્ચે ટૂંક સમયમાં જ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) અમદાવાદ આવવાના છે. 12 માર્ચના રોજ પીએમ ફરી અમદાવાદની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાંડી માર્ચનો શુભારંભ કરાવશે. 

12 માર્ચ 1930ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ઐતિહાસિક દાંડી માર્ચ યોજી હતી. દાંડી માર્ચને 91 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે તેની યાદગીરીમાં વિશ્વ સ્તરે દાંડી યાત્રાનું આયોજન કરાશે. આ સાથે જ ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ PM દ્વારા કરાશે. પ્રધાનમંત્રીના આગમને લઈ રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી છે. આ કાર્યક્રમમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સીધુ મોનિટરીંગ કરી રહ્યાં છે. 12 માર્ચના રોજ પ્રધાનમંત્રી સિવાય અન્ય કેટલાક કેન્દ્રીય નેતાઓ પણ અમદાવાદ આવે તેવી શક્યતા છે. 

હાલ કાર્યક્રમને લઈને ઐતિહાસિક દાંડી બ્રિજ (dandi pul)ની નીચે સાફ સફાઈ શરૂ કરાઈ છે. દાંડી બ્રિજ નીચેથી વહી રહેલું ગંદુ પાણી ચોખ્ખુ કરવાની કવાયત હાથ ધરાઈ છે. તો સાથે જે નીચેના ભાગમાં ઉગી નીકળેલા જંગલી છોડ અને વૃક્ષોને કાપીને તેને દૂર કરવામાં આવી રહ્યાં છે. 

dandi_bridge_ahm_zee2.jpg

દાંડી બ્રિજનો ઈતિહાસ
1915 પહેલા આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 1975 પહેલા સુધી આ બ્રિજનો વાહન વ્યવહાર અને અવરજવર માટે ઉપયોગ કરાતો હતો. પરંતુ પરીક્ષિતલાલ મજમુદાર બ્રિજનું નિર્માણ થતા આ બ્રિજનો ઉપયોગ પગદંડી તરીકે થયો હતો. ત્યારથી આ પુલ પેડેસ્ટ્રીયન ઝોન બન્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news