Farmers Protest: KMP Expressway પર ખેડૂતોનો ચક્કાજામ, ટોલ ફ્રી કરાવશે ખેડૂત
કેંદ્ર સરકારના કૃષિ કાયદા (New Farm Law)ના વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂત આજે (શનિવારે) સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી KMP Expressway (કુંડલી-માનેસર-પલવલ) જામ કરશે.
Trending Photos
નવી દિલ્હી: કેંદ્ર સરકારના કૃષિ કાયદા (New Farm Law)ના વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂત આજે (શનિવારે) સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી KMP Expressway (કુંડલી-માનેસર-પલવલ) જામ કરશે. દિલ્હીની સીમાઓ પર ખેડૂતોના આંદોલન (Farmers Protest) ને 100 દિવસ થઇ ગયા છે. 26 નવેમ્બરના રોજ ખેડૂતોએ આંદોલનની શરૂઆત થઇ હતી. સિંધુ બોર્ડર પરથી ખેડૂત કુંડલી પહોંચીને એક્સપ્રેસ વેનો રસ્તો બ્લોક કરી દેશે. આ ઉપરાંત ગાજીપુર અને ટિકરી બોર્ડરથી ખેડૂતો ક્રમશ: ડાસના અને બહાદુરગઢ ટોલ પ્લાઝાને બ્લોક કરશે. શાહજહાંપુર બોર્ડર પર બેઠેલા ખેડૂત ગુરૂગ્રામ-માનેસરને જાણિતા કેએમપી એક્સપ્રેસ વે બ્લોક કરશે.
ટોલ ફ્રી કરાવશે ખેડૂત
ખેડૂતોની યોજના ટોલ પ્લાઝા (Toll Plaza) પર વાહનોને ટોલ ફ્રી કરાવવાના છે. ખેડૂતોએ એ પણ કહ્યું કે બોર્ડરના તમામ નજીકના ટોલ પ્લાઝા પર પણ પ્રદર્શન કરવામાં આવશે. ગાજીપુર બોર્ડર તૈનાત ભારતીય ખેડૂત યૂનિયન (BKU) ના ઉત્તર પ્રદેશ અધ્યક્ષ રાજવીર સિંહ જાદૌનએ જણાવ્યું, 'આ ટોલ પ્લાઝા શાંતિપૂર્ણ રીતે અવરૂદ્ધ કરવામાં આવશે. તેમાં રાહદારીઓને મુશ્કેલી થશે નહી. અમે રાહદારીઓ માટે પાણીની વ્યવસ્થા કરશે. તેમણે કૃષિ કાનૂનો (Farm Law) વિશે આપણા મુદ્દાઓથી અવગત કરાવવામાં આવશે. રાજવીર સિંહ જાદૌનએ આગળ કહ્યું 'ઇમરજન્સી વાહનોને બિલકુલ પણ રોકવામાં નહી આવે, ભલે તે એમ્બુલન્સ હોય અથવા ફાયર બ્રિગેડ અથવા વિદેશી પર્યટકોની ગાડી હોય. સૈન્ય વાહનોને પણ આ દરમિયાન રોકવામાં નહી આવે.
પીએમની 'ગેરેન્ટી' બાદ પણ આંદોલન યથાવત
તમને જણાવી દઇએ કે કૃષિ કાયદાને રદ કરવા અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) ની ગેરેન્ટી સહિત અન્ય માંગોને લઇને 26 નવેમ્બરથી ખેડૂત આંદોલન (Farmers Protest) કરી રહ્યા છે. માંગો પુરૂ ન થાય ત્યાં સુધી ઘરે પરત ન ફરવાના નિર્ણય પર અડગ છે. સરકાર પાસે તમામ દૌરની વાર્તા બાદ પણ કોઇ સમાધાન નિકળ્યું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સદનમાં કહી ચૂક્યા છે કે MSP હતું અને રહેશે તેમછતાં ખેદૂતો આંદોલન ખતમ કરવા માટે તૈયાર નથી. અત્યાર સુધી 11 તબક્કાની વાતચીત અસફળ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે