ભૂલથી પણ આજે અમદાવાદના આ 8 રસ્તા પર ન નીકળતા, નહિ તો થશો હેરાન-પરેશાન
પ્રધાનમંત્રી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે SVP હોસ્પિટલ, ગ્લોબલ ટ્રેડ શૉ અને શોપિંગ ફેસ્ટિવલનું તેમના હસ્તે ઉદઘાટન થવાનું છે
Trending Photos
અમદાવાદ : પ્રધાનમંત્રી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે SVP હોસ્પિટલ, ગ્લોબલ ટ્રેડ શૉ અને શોપિંગ ફેસ્ટિવલનું તેમના હસ્તે ઉદઘાટન થવાનું છે. અમદાવાદમાં પ્રધાનમંત્રીની સુરક્ષા અર્થે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ત્યારે આશ્રમરોડથી રિવરફ્રન્ટને જોડતા તમામ માર્ગ પીએમના કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી બંધ કરવામાં આવ્યા છે. તો જો તમે આ રસ્તા પરથી નીકળવાના હોય તો ખાસ ધ્યાન રાખજો, નહિ તો અટવાશો. પીએમ મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રિવરફ્રન્ટ પર ચુસ્ત બંદોબસ્ત તો છે જ, સાથે જ રિવરફ્રન્ટને જોડતા તમામ 8 રસ્તા બંધ કરાયા છે. બપોરે 1 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થવા સુધી આ તમામ રસ્તા બંધ રહેશે.
- વર્ષા ફ્લેટ, વાડજ સ્મશાન, વિશ્વકુંજના રસ્તા બંધ રહેશે
- કર્ણાવતી હોસ્પિટલ, બુટાસિંહ મહાદેવના રસ્તા બંધ રહેશે
- હરિહરાનંદ આશ્રમનો રસ્તો પણ બંધ કરાશે
- આશ્રમરોડથી રિવરફ્રન્ટને જોડતા તમામ માર્ગ બંધ રહેશે
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદી બપોરે 4 વાગ્યે SVP હોસ્પિટલ પહોંચશે. જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને સભાને પણ સંબોધશે. સાંજે 5.30 વાગ્યે રિવરફ્રન્ટ જઈ શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન કરશે. ત્યાર બાદ સાંજે 6.35 વાગ્યે અમદાવાદથી ગાંધીનગર જવા પ્રધાનમંત્રી રવાના થશે. તેથી આ રસ્તાઓ આ દરમિયાન બંધ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે