વિવેક ઓબેરોયને જ કેમ પસંદ કરવામાં આવ્યો મોદીજીના રોલ માટે...મગજનું દહીં કરતા સવાલનો આ રહ્યો જવાબ
હાલમાં પીએમ નરેન્દ્ર મોદી પરની ફિલ્મનો ફર્સ્ટ લુક લોન્ચ કરવામાં આવ્યો છે
Trending Photos
મુંબઈ : 'પીએમ નરેન્દ્ર મોદી' મુવીનો ફર્સ્ટ લુક એકાદ અઠવાડિયા પહેલાં આવ્યો હતો. આ ફર્સ્ટ લુકમાં સૌથી વધારે ચર્ચા નરેન્દ્ર મોદીનો રોલ ભજવી રહેલા વિવેક ઓબેરોયના લુકની થઈ હતી. બધા લોકો જાણવા માગતા હતા કે આ રોલ માટે આખરે વિવેકની પસંદગી શું કામ કરવામાં આવી છે. જોકે હાલમાં ફિલ્મ નિર્માતા સંદીપ સિંહે આ પસંદગી પાછળના કારણની સ્પષ્ટતા કરી છે.
સંદીપ સિંહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ''ફિલ્મમાં લીડ રોલ માટે વિવેકની પસંદગી કરવા પાછળ અનેક કારણ છે. તેઓ અનુભવી અભિનેતા અને પર્ફોમર છે. વિવેક મનોરંજન ઉદ્યોગમાં છેલ્લા 18 વર્ષથી કામ કરી રહ્યો છે. તેઓ બહુમુખી અભિનેતા છે અને એક જ સમયે કંપની અને સાથિયા જેવી ફિલ્મોમાં અલગઅલગ પ્રકારના રોલ બહુ સરળતાથી કર્યા છે. હું 2014થી સાંભળી રહ્યો છું કે પીએમ મોદીની બાયોપિકમાં મુખ્ય રોલ પરેશ રાવલ કરશે પણ અમે આ માટે ક્યારેય તેમનો સંપર્ક નથી કર્યો. ''
સંદીપ સિંહ આ પહેલાં ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી સાથે કામ કરી ચૂક્યા છે. વિવેકની પસંદગી વિશે સંદીપ કહે છે કે ''હું એવો કલાકાર સાઈન કરવા ઇચ્છતો હતો જે શૂટિંગ પહેલાં પણ અમને હોમવર્ક માટે સારો એવો સમય આપે. આ ફિલ્મ મોદીજીના શરૂઆતના જીવનના તબક્કાને આવરી લે છે. હું એવા કલાકારની શોધમાં હતો જે 20 વર્ષથી માંડીને 60 વર્ષની વય સુધીનો રોલ સમાન નિષ્ઠા સાથે ભજવી શકે. આ માપદંડમાં વિવેક પાસ થઈ ગયો હતો. પીએમ નરેન્દ્ર મોદીનું ડિરેક્શન ઓમંગ કુમાર કરી રહ્યા છે જે મારી સાથે મેરી કોમ અને સરબજિતમાં સાથે કામ કરી ચૂક્યા છે.''
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે