અમદાવાદ : કોંગો ફિવરને કારણે 75 વર્ષના દર્દીનું મોત, પશુઓને કારણે ફેલાય છે આ રોગ

ચેપી એવા કોંગો ફિવરે ફરીથી માથુ ઉંચક્યું છે. કોંગો ફિવરના એક દર્દીનું અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. લીંબડીના 75 વર્ષીય દર્દીને નાજુક સ્થિતિમાં દર્દીને SVP હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમનું આજે મોત થયું છે. 
અમદાવાદ : કોંગો ફિવરને કારણે 75 વર્ષના દર્દીનું મોત, પશુઓને કારણે ફેલાય છે આ રોગ

અતુલ તિવારી/અમદાવાદ :ચેપી એવા કોંગો ફિવરે ફરીથી માથુ ઉંચક્યું છે. કોંગો ફિવરના એક દર્દીનું અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. લીંબડીના 75 વર્ષીય દર્દીને નાજુક સ્થિતિમાં દર્દીને SVP હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમનું આજે મોત થયું છે. 

શું છે કોંગો ફિવર
કોંગો ફિવરે હાલ રાજ્યમાં ભય ઉભો કર્યો છે. આ રોગ ખાસ કરીને પશુઓ દ્વારા ફેલાય છે. પશુઓની ચામડી પર ચોંટેલા `હિમોરલ' નામના પરજીવી રોગનું વાહક છે. માટે આ રોગનો ખતરો એવા લોકોને વધારે છે, જે ગાય, ભેંસ, બકરી, શ્વાન વગેરેના સંપર્કમાં રહે છે. ખાસ કરીને માલધારીઓ, પશુપાલકોને આ રોગ થવાની શકયતા વધી છે. આ ખતરનાક વાયરસ શરીરમાં તાવ લાવે છે. સાથે માંસપેશિયોમાં દર્દ, પીઠમાં દર્દ, માથામાં દુખાવો થાય છે. અને દર્દીને ચક્કર પણ આવે છે. આંખોમાં બળતરા થાય છે. અને ગળુ બેસી જાય છે. દર્દીને ઝાડ ઉલટી, સ્નાયુ દુખવા, તાવ આવે પછી શરીરના છિદ્રોમાંથી લોહી નીકળવા લાગે છે. શરીર પર લાલા ચકામા નીકળે છે. આ ફિવરમાં દર્દી બચવાની શક્યતા વધુ જોવા મળતી હોય છે, તેથી ગભરાવાની જરૂર નથી હોતી. 

ઈતરડીના કરડવાથી કોંગો વાયરસની અસર થતી હોય છે. ઈતરડી ગાય અને ભેંસના પૂછડીના ભાગમાંથી મળી આવે છે. પ્રથમ વખત 2011માં કોંગો વાયરસ ગુજરાતમાંથી મળી આવ્યો હતો. તેના બાદ કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, વડનગરમાં તેના દર્દીઓ જોવા મળ્યા હતા. કોલાટ ગામમાં સૌ પ્રથમ કોંગો ફિવરનો કેસ મળી આવ્યો હતો. 2011થી દર વર્ષે આ વાયરસના કેસ નોંધાય છે.

આ વાયરસ ન ફેલાય તે માટે આરોગ્ય અને પશુપાલન તેમજ ખેતીવાડી વિભાગ સાથે મળીને કામ કરે છે. આ મામલે પશુપાલન વિભાગ વાયરસવાળી ગાયો અને ભેંસોની સારવાર કરવાનું કામ કરે છે. પશુપાલન વિભાગે પ્રાણીઓના લોહીના નમૂના લીધા, જે દરેક જિલ્લામાંથી મળી આવ્યા છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news