વિસનગર બાદ મહેસાણા નગરપાલિકા પણ ભાજપે કબજે કરી, કોંગ્રેસના 8 કોર્પોરેટર ભાજપમાં જોડાશે
મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટરોનો આંતરિક વિવાદ આખરે બહાર આવ્યો છે. જેને પગલે મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના 8 કોર્પોરેટર ભાજપનો કેસરિયો ધારણ કરશે. આમ, કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં ભંગાણ પડ્યું છે.
Trending Photos
તેજસ દવે/મહેસાણા :મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટરોનો આંતરિક વિવાદ આખરે બહાર આવ્યો છે. જેને પગલે મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના 8 કોર્પોરેટર ભાજપનો કેસરિયો ધારણ કરશે. આમ, કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં ભંગાણ પડ્યું છે.
મહેસાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મહેસાણા કોંગ્રેસના 8 કોર્પોરેટર આજે ભાજપમાં જોડાવાના છે. નગરપાલિકા પ્રમુખ સહિત 7 સભ્યો ગાંધીનગર જવા રવાના થયા છે. તેઓ આજે બપોરે 3 વાગે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કેસરિયો ધારણ કરશે.
મહેસાણા નગરપાલિકામાં 44 સભ્યોમાં કોંગ્રેસના 29 અને ભાજપના કુલ 15 સભ્યો હતા. જેમાં 8 સભ્યો ભાજપમાં આવતા ભાજપના કુલ 23 સભ્યો બનશે. જેથી વિસનગર નગરપાલિકા બાદ હવે મહેસાણા નગરપાલિકા પણ ભાજપની બનશે. 8 સભ્યોમાં પાલિકા પ્રમુખ સહિત પાટીદાર કોર્પોરેટરનો સમાવેશ થાય છે. નગર પાલિકા પ્રમુખ સહિત આ તમામ કોર્પોરેટર આંતરિક જૂથવાદથી ત્રસ્ત હતા.
ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે જ 8 કોર્પોરેટરના ફોન બંધ થયા હતા, જેથી તેમનો સંપર્ક ન કરી શકાય. આ તમામ કોર્પોરેટર બે દાયકાથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેમણે કોંગ્રેસની ટાંટિયાખેંચ તથા વહીવટી કારણો ગણાવીને ભાજપનો હાથ પકડ્યો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે