ખેડામાં શરમજનક ઘટના! સગી દીકરી પર દિવ્યાંગ પિતાએ દુષ્કર્મ આચર્યું, અન્ય 7 શખ્સોએ પણ ના છોડી
પિતા પુત્રીના પાવન સંબધ પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. જેમાં દિવ્યાંગ પિતાએ પોતાની જ 13 વર્ષીય દીકરી પર દુષ્કર્મ કરતા ચકચાર મચી છે. એટલુ જ નહીં પિતા ન હોય ત્યારે સાત જેટલા સગીર વયના કિશોરોએ પણ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવતા ચકચાર મચી છે.
Trending Photos
નચિકેત મહેતા/ખેડા: ખેડા જિલ્લામા પિતા-પુત્રીના સંબધ પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. જેમા દિવ્યાંગ પિતાએ પોતાનીજ 13 વર્ષીય દિકરી પર દુષ્કર્મ કરતા ચકચાર મચી છે. એટલુ જ નહી પિતા ન હોય ત્યારે સાત જેટલા સગીર વયના કિશોરોએ પણ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાનો પણ આક્ષેપ કરવામા આવતા ચકચાર મચી છે. જોકે હાલ આ સમગ્ર ઘટનામાં ખેડા જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીની સામે આ ઘટના આવતા નડીયાદ રૂરલ પોલીસે ફરીયાદ નોંધી પિતાની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે.
ખેડા જિલ્લાના નડિયાદમાંથી એક એવી ઘટના સામે આવી છે. જેને લઈને હાલ પિતા અને દીકરીના જે સંબંધ છે. તેની પર કલંક લાગ્યું છે. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં એક ગામમાં રહેતા દિવ્યાંગ પિતા પર 13 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે દિકરી જે હોસ્ટેલમાં રહીને ભણતી હતી. ત્યા બાળ સુરક્ષા વિભાગ ધ્વારા પોક્સો એક્ટને લઈ એક સેમિનાર યોજવામા આવ્યો હતો. સેમિનાર જેવો પુર્ણ થયો ને દીકરી તુરંત જ રડવા લાગી હતી. જેને લઈને બાળ સુરક્ષા વિભાગના અધિકારીઓએ દીકરીનુ કાઉન્સિલિંગ શરૂ કર્યું હતું. અને ત્યારબાદ ચોકાવનારી વિગતો સામે આવી. જેમા ખેડા જિલ્લાના નડિયાદના એક ગામમાં રહેતી 13 વર્ષીય સગીરાના માતા બાળકી નાની હતી ત્યારે જ મૃત્યુ પામી હતી. અને તેના પિતા દિવ્યાંગ હતા.
થોડા સમય બાદ તેના પિતાએ નેપાળી યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. સગીરાને પોતાની ઘરે ભણવાનું ફાવતું ન હતું. તેને લઈને તે બીજા ધોરણમા હતી ત્યારથી જ હોસ્ટેલમાં રહેતી હતી. પણ સમયાંતરે તે પોતાની ઘરે પણ જતી હતી. જેમાં છેલ્લા પાંચ વર્ષથી દીકરીના પિતા કે જે પોતે દિવ્યાંગ છે તે દીકરી પર અવારનવાર દુષ્કર્મ આચરતો હતો.
એટલું જ નહીં આ દીકરી પર સાત જેટલા કિશોરોએ પણ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત દિકરી ધ્વારા કરવામા આવી રહી છે. જેમાં દીકરી કહી રહી છે કે, જે સાત કિશોર હતા તે બે બે ની જોડીમાં તેની સાથે દુષ્કર્મ આચર્યુ. આ વાત દિકરીએ જીલ્લા બાળ સુરક્ષા વિભાગની કાઉન્સિલિંગ ટીમને કરતા તેઓ પણ ચોંકી ગયા હતા. અને સગીર દિકરી નુ અલગ અલગ દિવસે કાઉન્સિલિંગ કરી સમગ્ર હકીકત મેળવી જીલ્લા બાળ સુરક્ષા વિભાગ ધ્વારા નડીયાદ રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે નરાધમ પિતાને ઝડપી પાડી પુછપરછ હાથ ધરી છે. સાથે જ પોલીસ સાત કિશોરો પર પણ જે આક્ષેપ કરવામા આવ્યા છે. તેમની પણ તપાસ કરી રહી છે. હાલ તો સગીરાનું મેડીકલ પણ કરાવવામાં આવી રહ્યુ હોવાનુ સામે આવ્યુ છે.
ખેડા જિલ્લા બાળ સુરક્ષા વિભાગના અધિકારી કીર્તિ જોશીના જણાવ્યા અનુસાર, "એક સગીર વયની દીકરીએ અમને કાઉન્સિલિંગ દરમિયાન ફરિયાદ કરી હતી. તે ફરિયાદના આધારે એ દીકરી એવું જણાવ્યું હતું કે, મારા સગા પિતાએ મારી સાથે અવારનવાર દુષ્કૃત્ય કરે છે. જેથી અને રૂરલ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. અને આજે સમગ્ર ઘટના છે. એ દીકરીએ લેખીતમાં અને કાઉન્સેલિંગમાં અમને આપેલી છે. અને જેના આધારે અમે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી છે. અને હું જાતે ફરિયાદી છું. અન્ય સાત લોકોના નામ પણ દીકરી બોલી રહી છે. અમે હાલ એફઆઇઆર આપી છે. અને પોલીસને તપાસના કામે આગળ જે આવે એ તપાસનો વિષય છે. પણ અમારી પાસે જે પ્રાથમિક વિગતો આવી છે એના આધારે અમે એફઆઇઆર નોંધાવી છે.
દીકરી હાલ ધોરણ સાતમાં ભણે છે. દીકરીની સાવકી માં છે. અને દીકરીના માતા દીકરી બે વર્ષની હતી. ત્યારે મરણ ગયેલી છે. દીકરીના પિતા જોબ કરે છે. અને પિતા પોતે દિવ્યાંગ છે. દીકરી અમારા ઓબઝ્રવેશનમા છે. જેથી કરીને એનો અવારનવાર કાઉન્સિલિંગ થતું હોય છે. અને દીકરી જે સ્કૂલમાં ભણે છે ત્યાં અમારું બાળ સુરક્ષાનો એક પ્રોગ્રામ કર્યો હતો. જ્યાં પોક્સો એક્ટને લઈને માહિતી આપવામાં આવી હતી. એને લઈને દીકરીને ખબર પડી કે આવું કઈ છે. દીકરી સેમિનાર દરમિયાન રડી પણ હતી. બધા એ પૂછ્યું પણ કંઈ દીકરી કઈ જવાબ ના આપ્યો પણ ત્યારબાદ દીકરીની થોડી હિંમત ખુલી અને એ પ્રોગ્રામ થયા પછી પણ વીસ દિવસ એને લાગ્યા. પોતાની આપ વીતી બહાર કાઢતા. અને જ્યારે પ્રોગ્રામ થયો તે 29 -8 તારીખ હતી. અને એ અમારા ઓફિસ દ્વારા જ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ 17 તારીખનું જે કાઉન્સિલિંગ હતું સાંજનો તેમાં દીકરીએ થોડી ઘણી વિગત કઈ હતી.
18 તારીખમાં લેખિતમાં આપ્યું અને અમારા કચેરીના જે અધિકારી છે તેમણે એનું કાઉન્સિલિંગ કર્યું અને ત્યારબાદ વધારાની વિગતો બહાર આવી. અને ત્યારબાદ દીકરીને કહેવામાં આવ્યું કે જે કંઈ પણ છે તે તું લેખિત આપ, હજુ પણ કંઈ કહેવું હોય તો. એટલે 19 તારીખે ફરીથી એને થોડું ઘણું લેખિતમાં આપ્યું. અને 19 તારીખે અમારે રજા હોય જેથી કરીને અમે 20 તારીખે ફરીથી દીકરીને મળ્યા અને એનું કાઉન્સેલિંગ કર્યું.
અવારનવાર એવું જણાવે છે દીકરી કે રજાઓ માં જ્યારે હું ઘરે જતી હતી ત્યારે પિતા દ્વારા તેની પર દુષ્કર્મ કરવામાં આવતું સાથે જ અન્ય સાત લોકોના નામ પણ દીકરી કહી રહી છે. જેમાં બે બેની જોડીમાં જે સગીર વયના જે કિશોરો છે તે તેની પર દુષ્કર્મા આચરતા હતા. દીકરી એ તેના પિતાને પણ વાત કરી હતી. પરંતુ પિતાએ કંઈ જ કહ્યું નહીં. હાલ અમે પોલીસ ફરિયાદ કરી છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે.
આ અંગે નડીયાદ ડીવાયએસપી વી.આર.બાજપાઈ એ જણાવ્યુ કે,"નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે ipc સેકશન 376, 2 સેકશન 376 ઈ,ડી અને પોકક્ષો કલમ ત્રણ, ચાર, પાંચ, છ હેઠળ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી તરીકે જિલ્લા બાળ સુરક્ષા એકમના જ અધિકારી છે. કીર્તિબેન જોશી તેમણે ફરિયાદ આપેલી છે.
ફરિયાદની હકીકત જોતા એક કાયદાના સંઘર્ષમાં આવેલ જે બાળક હતી. તેની સાથે તેને અગાઉ તેના રિલેટિવે બાળકીની સાથે થયેલ અત્યાચારો અનુસંધાને પોકસો એક્ટ અન્વયે ની ફરિયાદ વર્ષ 2022 માં આપી હતી. તે જ દરમ્યાન બાળકીના જ્યારે કાઉન્સિલિંગ થતું હતું એ દરમિયાનમાં બાળકીએ તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ એ પણ શારીરિક દૂર વ્યવહાર કરેલો તેવી હકીકત જણાવી હતી. એટલે બાળકીનું વિગતવારનું કાઉન્સિલીગ હાથ ધરવામાં આવ્યું હતુ. અને કાઉન્સિલિંગના અંતે એવી હકીકત બહાર આવેલી કે જે બાળકી છે એ બાળકી સાથે તેના સગા પિતા દ્વારા શારીરિક દૂર વ્યવહાર કરવામાં આવતો હતો.
સાથે સાથે તેના કે જે જગ્યાએ રહેતી હતી. ત્યાં રહેતા અન્ય બાળકો એ પણ આ શારીરિક દુર્વ્યવહાર કરતા હતા. જે અનુસંધાને તે બાળકી એ પોતાની કેફિયત લખીને બાળસુરક્ષા અધિકારીને આપતા અને બાળ સુરક્ષા અધિકારીએ પોતે ફરિયાદી બની આ અંગે ફરિયાદ આપેલી છે. આ કામે જે બાળકીના પિતા છે એમની અટક કરવામાં આવી છે. અને અન્ય આરોપીઓની તપાસ અને શોધખોળ ચાલુ છે. બાળકીના મેડિકલ રીપોર્ટ કરાવવામાં આવી રહ્યા છે. તમામ ફોરેન્સી પ્રક્રિયા ચાલુ છે.
મહત્વનુ છે કે, તેર વર્ષની સગીર વયની દીકરી પર પોતાના પિતાએ જ દુષ્કર્મ આચરવામા આવ્યુ હોવાના કિસ્સાને લઈને ચકચાર તો મચી જ છે. પરંતુ દીકરી દ્વારા આજે સાત લોકોના નામ લેવામાં આવ્યા છે. તે સાત લોકો પણ સગીર વયના છે. જેને લઈને આ ઘટનાએ ચકચાર મચાવી છે. ત્યારે જે સોશિયલ મીડિયામાં વધી રહેલું દૂષણ આ ઘટનાઓ માટે જવાબદાર હોય તેવી ચર્ચા એ પણ આ ઘટના સામે આવતા જોર પકડ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે